ઇન્ટર ડિસ્ટ્રીકટ અન્ડર ૧૪ ક્રિકેટ ટુર્નામેન્ટમાં દ્વારકા સેમિફાઈનલમાં: કેપ્ટન પાર્શ્વ હરણીયાની સદી

  • January 13, 2023 05:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા આયોજિત ઇન્ટર ડિસ્ટ્રીકટ અન્ડર ૧૪ લિમિટેડ ઓવર ક્રિકેટ ટુર્નામેન્ટના લોઅર ગ્રુપમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાની ટિમનો ફાઇનલમાં પ્રવેશ મળ્યો છે હાલમાં જ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા લોવર ગ્રુપની સાત ટિમો વચ્ચે નોક આઉટ પદ્ધતિથી ૫૦ ઓવર લિમિટેડ મેચ ટુર્નામેન્ટ શરૂ કરવામાં આવેલ છે જેમાં ગઈકાલે દ્વારકા જિલ્લાની ટીમે મોરબી સામે ભવ્ય જીત મેળવેલ છે. 


દ્વારકાએ ટોસ જીતી પ્રથમ બેટિંગ પસંદ કરતાં નિર્ધારિત ૫૦ ઓવરમાં ૨૩૨ રન ૬ વિકેટના નુકસાને બનાવેલ, જેમાં કેપ્ટન પાર્શ્વ હરણીયાની શાનદાર બેટિંગ ૧૨૪ રન નોટ આઉટ અને વૈભવરાજસિંહ જાડેજા ૫૫ રન બનાવેલ. મોરબીની ટિમ ૧૬૮ રનમાં ઓલ આઉટ થઈ જતા દ્વારકાનો ભવ્ય વિજય થયેલ.

​​​​​​​દ્વારકા તરફથી દેવ આહીરે ચાર વિકેટ, મંથન લાવતી ત્રણ વિકેટ, તથા વૈભવરાજસિંહ જાડેજા બે વિકેટ લીધેલ. આજરોજ તા.૧૩ ના રોજ પોરબંદર રૂલર સામે પોરબંદર ખાતે દ્વારકાની ટિમ ફાઇનલ મેચ યોજાસે અને આ વર્ષે ફાઇનલમાં વિજેતા ટિમ આવતા વર્ષે અપર ગ્રુપમાં ટુ ડેયઝ મેચ રમશે. ટીમના તમામ ખેલાડીઓને તથા કોચ મયુરપાલસિંહ જેઠવાને દ્વારકા ડિસ્ટ્રીકટ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ રાજદીપસિંહ જાડેજા તથા દ્વારકા ડિસ્ટ્રીકટ ક્રિકેટ એસોસિએશનના તમામ મેમ્બર્સ, વાલીગણ અને ખેલાડીઓએ શુભેચ્છા પાઠવેલ હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application