ભાવનગર રેલ્વે ડિવિઝન સ્પોર્ટ્સ એસોસિએશન દ્વારા "ઇન્ટર ડિપાર્ટમેન્ટલ સ્પોર્ટ્સ મીટ"નું આયોજન

  • February 17, 2023 06:03 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

aajkaal@tesm

પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝન ખાતે 16.02.2023 (ગુરુવાર) ના રોજ “પ્રથમ DRM કપ 2023” (ઇન્ટર ડિપાર્ટમેન્ટલ સ્પોર્ટ્સ મીટ) નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટ 19.02.2023 (શનિવાર) સુધી ચાલશે. આ અંતર્ગત ક્રિકેટ, વોલીબોલ, ફૂટબોલ, બેડમિન્ટન, ટેબલ ટેનિસ, ચેસ, કેરમ અને એથ્લેટિક્સ (100 મીટર, 200 મીટર, 400 મીટર, 4X100 રિલે રેસ, લાંબી કૂદ)ની રમત સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવશે. પ્રથમ DRM કપ 2023 ની શરૂઆત ક્રિકેટ સ્પર્ધા સાથે થઈ હતી, જેમાં 12 ટીમોએ ભાગ લીધો છે.

ભાવનગર ડીવીઝન સ્પોર્ટસ એસોસીએશનના પ્રેસિડેન્ટ અને ડીવીઝનલ રેલ્વે મેનેજર  મનોજ ગોયલે મશાલ પ્રગટાવી આ રમતગમત સ્પર્ધાનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે સ્પર્ધામાં ભાગ લેનાર વિભાગના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સ્પોર્ટસ મીટનું સમગ્ર આયોજન ભાવનગર ડીવીઝન સ્પોર્ટસ એસોસીએશનના સેક્રેટરી અને સીનીયર ડીવીઝનલ મીકેનીકલ એન્જીનીયર  તરૂણ કુમારની દેખરેખ હેઠળ જોઇન્ટ સેક્રેટરી અને સહાયક કાર્મિક અધિકારી રામ સિંહ દ્વારા કરવામાં આવેલ છે.

ઉદ્ઘાટન મેચ કાર્મિક વિભાગ અને ઇલેક્ટ્રિક પાવર ના કર્મચારિયોની ટીમ વચ્ચે રેલવે સ્ટેડિયમ ભાવનગર પરા ખાતે રમાઈ હતી. કાર્મિક વિભાગ ની ટીમના કેપ્ટન ડિવિઝનલ પર્સનલ ઓફિસર જીતેશ અગ્રવાલ અને ઇલેક્ટ્રિક પાવર ની ટીમના કેપ્ટન સિનિયર ડિવિઝનલ ઈલેક્ટ્રીકલ એન્જિનિયર આર. સી. મીણા હતા. આ ઉદ્ઘાટન મેચમાં ઈલેક્ટ્રિક પાવરની ટીમે 10 ઓવરમાં 105 રન બનાવીને મેચ જીતી લીધી હતી જ્યારે પર્સનલ વિભાગની ટીમ 84 રન સાથે રનર્સ-અપ રહી હતી. બીજી મેચ રેલવે પ્રોટેક્શન ફોર્સ અને ઇલેક્ટ્રિક ટ્રેક્શન વિભાગ વચ્ચે રમાઈ હતી, જેમાં રેલવે પ્રોટેક્શન વિભાગની ટીમ વિજયી બની હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application