ભારતનું એક માત્ર શિવ મંદિર, જેની સુરક્ષા કરે છે દેડકો !

  • December 11, 2023 03:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



ભારતમાં ઘણા રહસ્યમયી જગ્યાઓ છે. જેમાં કેટલાક મંદિરો પણ શામેલ છે. આ મંદિરોમાં ચમત્કાર જોવા મળે છે. આમ તો શિવ મંદિરોમાં નંદિની મૂર્તિ હોય છે પરંતુ એક એવું શિવ મંદિર છે, જેમાં એક દેડકાનું મૂર્તિ છે. ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરી જિલ્લાના ઓયલ નગરમાં સ્થિત ભગવાન શિવનું આ મંદિર ઘણું પ્રાચીન છે. આ મંદિરનું નિર્માણ મંડૂક યંત્રના આધારે થયું છે દેડકા દ્વારા તેનું રક્ષણ કરવામાં આવતું હોવાથી તેનું નામ ફ્રોગ ટેમ્પલ રાખવામાં આવ્યું હતું. આ મંદિરની રક્ષાની જવાબદારી 11મી સદીથી ચાહમાન શાસકોની હતી. ચાહમાન વંશના રાજા બક્ષ સિંહે આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. આ મંદિરનું નિર્માણ તંત્ર વિદ્યાના આધારે થયું હતું.

પૌરાણિક માન્યતા અનુસાર, ભગવાન શિવ આ મંદિરમાં વરસાદી દેડકાની પીઠ પર બિરાજમાન છે. આ દેડકો તેમની રક્ષા કરે છે. ભારતનું આ એકમાત્ર મંદિર છે જેમાં એક દેડકો ભગવાન શિવના મંદિરની રક્ષા કરે છે. આ મંદિર વિશે એવી માન્યતા છે કે જે ભક્ત ભગવાન શિવની સાચા મનથી પૂજા કરે છે, તેની મનોકામના ચોક્કસપણે પૂર્ણ થાય છે. આ મંદિર વિશે ઘણી ચમત્કારિક કથાઓ પ્રસિદ્ધ છે. દિવાળીના દિવસે આ મંદિરની વિશેષ પૂજા કરવામાં આવે છે.


આ મંદિર વિશે એક બીજી વાત કહેવામાં આવે છે કે તેમાં સ્થાપિત શિવલિંગ દિવસભરમાં અનેકવાર રંગ બદલે છે. આ મંદિરમાં સ્થાપિત શિવલિંગ નર્મદેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે. આ મંદિરના નિર્માણમાં આરસના પથ્થરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ મંદિરમાં નંદીની મૂર્તિને ઉભી સ્થિતિમાં સ્થાપિત કરવામાં આવી છે. તંત્રશાસ્ત્ર અનુસાર બાંધવામાં આવેલ મંદિરનું છત્ર તેના પર આધારિત છે. અગાઉ આ છત્ર સૂર્યપ્રકાશથી ફરતું હતું. જો કે હવે આ છત્ર જાળવણીના અભાવે બગડી ગયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application