ભારતીય મહિલા ટીમની શાનદાર જીત, 17 વર્ષથી ચાલી આવતી પરંપરા રહી યથાવત

  • December 24, 2023 03:57 PM 


ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમને ટેસ્ટ મેચમાં હરાવીને ઈતિહાસ રચ્યો છે. હરમનપ્રીત કૌરની કપ્તાનીવાળી ભારતીય ટીમે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ટોસ હાર્યો હતો, પરંતુ સમગ્ર મેચ દરમિયાન પોતાની પકડ જાળવી રાખી હતી. પરિણામે ભારતે ટેસ્ટ ક્રિકેટમાં પ્રથમ વખત ઓસ્ટ્રેલિયાને હરાવીને મોટી સિદ્ધિ હાંસલ કરી હતી. ભારતે એકમાત્ર ટેસ્ટમાં 8 વિકેટે જીત મેળવી છે.


હાલમાં ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમ ભારતના પ્રવાસે છે. જ્યાં, બંને ટીમો વચ્ચે એકમાત્ર ટેસ્ટ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં ટોસ જીત્યા બાદ કાંગારુ કેપ્ટન એલિસા હીલીએ પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ દાવમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 219 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને બીજી ઈનિંગમાં પણ તે કંઈ ખાસ કરી શકી ન હતી અને 261 રન પર જ સિમિત રહી હતી. ટીમ ઈન્ડિયાની વાત કરીએ તો હરમનપ્રીત કૌરની ટીમે પ્રથમ દાવમાં 406 રન બનાવ્યા હતા અને બીજી ઈનિંગમાં કાંગારૂઓએ આપેલા લક્ષ્યને માત્ર 2 વિકેટના નુકસાને હાંસલ કરી લીધું હતું અને 8 વિકેટે મોટી જીત મેળવી હતી. આ જીત સાથે ભારતે ટેસ્ટ મેચ જીતી લીધી છે.



વાનખેડે સ્ટેડિયમમાં ભારતીય બોલરોએ ઘણો પ્રભાવ પાડ્યો હતો. પૂજા વસ્ત્રાકરે 5, સ્નેહ રાણાએ 7 વિકેટ, દીપ્તિ શર્માએ 2 વિકેટ, હરમનપ્રીત કૌરે 2 અને રાજેશ્વરી ગાયકવાડે 2 વિકેટ લીધી હતી. મેચમાં 7 વિકેટ લેવા બદલ સ્નેહા રાણાને પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવી છે.



ભારતીય મહિલા ક્રિકેટ ટીમ 2006 પછી એક પણ ટેસ્ટ મેચ હારી નથી. ઓસ્ટ્રેલિયાએ છેલ્લી વખત 2006માં ભારતને હરાવ્યું હતું. ત્યારપછી ભારતીય મહિલા ટીમે પાછું વળીને જોયું નથી. ટીમે છેલ્લા 17 વર્ષમાં 7 ટેસ્ટ મેચ રમી અને 5માં જીત મેળવી. 2 મેચ કોઈપણ પરિણામ વિના સમાપ્ત થઈ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application