વાયુ પ્રદુષણ અને ગરમીથી વૈશ્ર્વિક સ્તરે સ્ટ્રોકના કેસમાં ૪૪%નો વધારો

  • September 19, 2024 11:32 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અત્ય્નત ઝડપે વધી રહેલા વાયુ પ્રદુષણ અને ગરમીના લીધે વૈશ્વિક સ્તરે સ્ટ્રોકના કેસમાં ૪૪ ટકાનો વધારો થયો હોવાનું અને સ્ટ્રોકથી અસરગ્રસ્ત લોકોમાંથી ત્રણ–ચતુથાશ લોકો ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશોમાં રહેતા હોવાનું તાજેતરમાં હાથ ધરવામાં આવેલા અભ્યાસમાં સામે આવ્યું છે.
ધ લેન્સેટ ન્યુરોલોજી જર્નલમાં પ્રકાશિત થયેલા અંદાજો અનુસાર, વાયુ પ્રદૂષણ, ઉચ્ચ તાપમાન અને મેટાબોલિક જોખમી પરિબળો જેમ કે હાઈ બ્લડ પ્રેશર અને શારીરિક નિષ્ક્રિયતા સાથે સ્ટ્રોક અને સંબંધિત મૃત્યુની ઘટનાઓ વિશ્વભરમાં નોંધપાત્ર રીતે વધી રહી છે. સંશોધકોએ શોધી કાઢું છે કે નબળા સ્વાસ્થ્ય અને સ્ટ્રોકને કારણે વહેલા મૃત્યુમાં ઐંચા તાપમાનનું યોગદાન ૧૯૯૦ થી ૭૨ ટકા વધ્યું છે અને ભવિષ્યમાં તે વધતું રહેવાની શકયતા છે, ત્યાં પર્યાવરણીય પરિબળો સ્ટ્રોકના વધતા બોજને કેવી રીતે અસર કરી શકે છે તે પ્રકાશિત કરે છે.

વૈશ્વિક સ્તરે, પ્રથમ વખત સ્ટ્રોકનો અનુભવ કરનારા લોકોની સંખ્યા ૨૦૨૧માં વધીને ૧૧૯ લાખ થઈ હતી, જે ૧૯૯૦ થી ૭૦ ટકા વધી જવા પામી છે , યારે સ્ટ્રોકથી સંબંધિત મૃત્યુ વધીને ૭૩ લાખ થઈ ગયા હતા, જે ૧૯૯૦ થી ૪૪ ટકા વધ્યા હતા, સંશોધકોએ શોધી કાઢું કે ઇસ્કેમિક હૃદય રોગ (હૃદયમાં લોહીનો ઓછો પુરવઠો) અને કોવીડ–૧૯ પછી ન્યુરોલોજીકલ સ્થિતિ મૃત્યુનું ત્રીજું મુખ્ય કારણ છે.તેઓએ ઉમેયુ કે સ્ટ્રોકથી અસરગ્રસ્ત લોકોમાંથી ત્રણ–ચતુથાશ લોકો ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશોમાં રહે છે

શરીરનું વજન અને બ્લડ પ્રેશર કન્ટ્રોલમાં રાખવાથી અનેક ફાયદા
ઓકલેન્ડ યુનિવર્સિટી ઓફ ટેકનોલોજી, ન્યુઝીલેન્ડના મુખ્ય લેખક વેલેરી એલ. ફેગિનના જણાવ્યા અનુસાર, સ્ટ્રોકથી પ્રભાવિત લોકોની સંખ્યામાં ઝડપી વૃદ્ધિ એ ભારપૂર્વક સૂચવે છે કે હાલમાં ઉપયોગમાં લેવાતી સ્ટ્રોક નિવારણ વ્યૂહરચનાઓ પર્યા અસરકારક નથી.સંશોધકોએ એવો પણ અંદાજ લગાવ્યો છે કે સ્ટ્રોક સંબંધિત જવાબદારીઓ સુધારી શકાય તેવા જોખમી પરિબળોને આભારી છે, જેમાં વાયુ પ્રદૂષણ, શરીરનું વધુ વજન, હાઈ બ્લડ પ્રેશર, ધૂમ્રપાન અને શારીરિક નિષ્ક્રિયતાનો સમાવેશ થાય છે. લેખકોએ નબળા આહાર, વાયુ પ્રદૂષણ અને ધૂમ્રપાન સાથે સંકળાયેલા જોખમી પરિબળોથી વૈશ્વિક સ્ટ્રોકના બોજને ઘટાડવામાં થયેલી નોંધપાત્ર પ્રગતિનો પણ સ્વીકાર કર્યેા હતો.પ્રોસેસ્ડ મીટમાં વધુ અને શાકભાજીના ઓછા પ્રમાણમાં આહારના પરિણામે સ્વાસ્થ્ય અનુક્રમે ૪૦ ટકા અને ૩૦ ટકા ઘટું હતું, યારે વાયુ પ્રદૂષણ અને ધૂમ્રપાનને કારણે અનુક્રમે ૨૦ ટકા અને ૧૩ ટકાનો ઘટાડો થયો હતો.તેઓએ ૨૦૨૩ વલ્ર્ડ સ્ટ્રોક ઓર્ગેનાઈઝેશન–લેન્સેટ ન્યુરોલોજી કમિશનમાં સ્ટ્રોક પર નિર્ધારિત પુરાવા–આધારિત ભલામણોને અમલમાં મૂકવા અને દેખરેખ રાખવાનું આહ્વાન કયુ હતું જેથી આવનારા વર્ષેામાં સ્ટ્રોકના વૈશ્વિક બોજમાં તીવ્ર ઘટાડો થાય અને લાખો લોકોના મગજના સ્વાસ્થ્ય અને એકંદર સુખાકારીમાં સુધારો થાય



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application