મણિપુરમાં મહિલાઓ સાથે બનેલી ઘટનાના પડઘા ગુજરાતમાં પડ્યા, આદિવાસી વિસ્તારોના ગામો સજ્જડ બંધ

  • July 23, 2023 06:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મણિપુરમાં મહિલાઓ સાથે બનેલી નિર્મમ ઘટનાને લઈ ગુજરાત ભરમાં આજે આદિવાસીઓને બંધનું એલાન કર્યું છે. મણિપુરની ઘટનાને લઈ રાજ્યના ડેડીયાપાડા અને ભિલોડા સજ્જડ બંધ છે. મણિપુરમાં બનેલી ઘટનાને લઈ ડુંગરી ગરાસિયા આદિવાસી સમાજમાં ભારે રોષ ફેલાયો છે.


જેના પગલે તેમણે બંધનું એલાન કર્યું હતું જેને ભિલોડા વેપારી એસોસિયેશને ટેકો આપ્યો છે અને વેપારીઓએ દુકાનો બંધ રાખી પોતાનો રોષ વ્યક્ત કર્યો છે. વેપારીઓએ મણિપુરમાં બનેલી ઘટનાને લઈ દુઃખ વ્યક્ત કર્યું છે.


મણિપુરમાં મહિલાઓને નગ્ન કરીને નિર્દયતાથી મારવામાં આવતા વાયરલ વીડિયોમાં મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી છે. મુખ્ય આરોપીનું નામ ખુયરુમ હેરદાસ છે. પોલીસે થોબલમાંથી તેની ધરપકડ કરી હતી. પોલીસે વાયરલ વીડિયો પરથી તેની ઓળખ કરી છે.


મણિપુર પોલીસના જણાવ્યા અનુસાર હેરાદાસ આ કેસમાં મુખ્ય આરોપી છે. જો કે આ વીડિયોમાં ઘણા વધુ લોકો જોવા મળી રહ્યા છે. હજુ સુધી કુલ 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે.


આ ભયાનક વીડિયોએ બધાને હચમચાવી દીધા છે. 2 મહિલાઓને નગ્ન પરેડ કરવામાં આવી રહી છે. મહિલાઓની સાથે પુરુષોનું ટોળું પણ ફરતું જોવા મળે છે. ભીડમાં દોડતા ગુંડાઓ છોકરીને થપ્પડ મારી રહ્યા છે. તેના પ્રાઈવેટ પાર્ટને બળજબરીથી સ્પર્શ કરી રહ્યા છે. કુકી સંગઠન ILTFનું કહેવું છે કે આ બંને પીડિતો કુકી સમુદાયના હતા. સંગઠને એવો પણ દાવો કર્યો હતો કે મેઇટી સમુદાયના ટોળાએ મહિલાઓને રસ્તા પર ઉતારી દીધી હતી અને પછી તેમને ડાંગરના ખેતરમાં લઈ ગયા હતા અને તેમની સાથે સામૂહિક બળાત્કાર કર્યો હતો.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application