ભાવનગરમાં ધૂપ છાંવ વાતાવરણ વચાળ ગ્રામ્ય પંથકમાં કમોસમી માવઠું

  • March 05, 2023 01:35 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

aajkaal@team

સમગ્ર સૌરાષ્ટ્રની સાથોસાથ ભાવનગર શહેર અને જિલ્લામાં તારીખ ૪ થી ૬ દરમિયાન કમોસમી માવઠુ પડવાની રાજ્યના હવામાન વિભાગે કરેલી આગાહીના પગલે આજે ભાવનગરમાં ધૂપ છાંવ વાતાવરણ વચાળ જિલ્લાના ઉમરાળા અને સોનગઢ પંથકમાં બપોર બાદ કમોસમી વરસાદ પડ્યો હતો અને રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. તદ ઉપરાંત પાલીતાણા ,વલ્લભીપુરમાં પણ કમોસમી વરસાદ પાડ્યો હતો


આજે સાંજે શહેર જિલ્લાના ઉમરાળા અને સોનગઢ પાલીતાણા,વલ્લભીપુર પંથકમાં વરસાદ પડ્યો હોવાનો અહેવાલ પ્રાપ્ત થયેલ છે. ભાવનગર શહેર અને જિલ્લાના ગ્રામ્ય પંથકમાં વાદળીયું વાતાવરણ રહેતા આવતીકાલે કમોસમી વરસાદની સંભાવના છે.


ભાવનગર શહેર અને જિલ્લાભરમાં આવતીકાલે માવઠાની હવામાન ખાતાની આગાહી કરી છે ત્યારે આજે શનિવારે દિવસભર વાદળછાયુ વાતાવરણ રહેવા પામ્યું હતુ બપોરે થોડા સમય માટે તડકો નીકળ્યો હતો. સાંજે ફરી વાતાવરણ ધૂંધવાયું હતું. જિલ્લામાં આવતીકાલે કમોસમી વરસાદ પડે તેવો માહોલ ઊભો થયો છે. દિવસ ભર વાદળછાયા વાતાવરણ વચ્ચે આજે મહત્તમ તાપમાન ૩૭.૩ ડીગ્રી રહેવા પામ્યુ હતુ.


આગાહીના પગલે આજે ભાવનગર જિલ્લાના ઉમરાળા અને સોનગઢ પંથકમાં કમોસમી વરસાદ પડ્યો હતો, હાલ ઉમરાળા તાલુકાના રંઘોળા, ઠોંડા, હડમતીયા લાખાવાડ સહિત આસપાસના ગ્રામ્ય પથકમાં કમોસમી વરસાદ વરસ્યો હતો



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application