જામનગર નજીક ખીજડીયા ખાતે રાષ્ટ્રીય સેવા યોજનાનો ઉદઘાટન સમારોહ

  • February 21, 2023 06:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર શહેરની વી.એમ. મહેતા કોલેજ દ્વારા એન.એસ.એસ. યુનિટના ઉપક્રમે ખીજડીયા મુકામે એનએસએસ કેમ્પનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.  તા. ૭-૨-૨૦૨૩ થી ૧૩-૨-૨૦૨૩ સુધી ચાલનારા આ કેમ્પના ઉદઘાટન સમારોહમાં મેયર બીનાબેન કોઠારી, શાસક પક્ષના નેતા કુસુમબેન પંડયા, મેનેજમેન્ટ બોર્ડના સભ્યો ધીરેનકુમાર મોનાણી, શારદાબેન વિંઝુડા, ડીમ્પલબેન રાવલ, મોનીકાબેન વ્યાસ વગેરે ગ્રામ પંચાયત ખીજડીયાના સરપંચ ભગવાનજીભાઇ વસોયા, મંત્રી પ્રફુલ્લભાઇ ચૌહાણ, ગ્રામ અગ્રણીઓ, શાળાનાં આચાર્ય, સ્ટાફગણ અને નાના વિદ્યાર્થીઓ, વી.એમ. મહેતા કોલેજનાં આચાર્ય-પ્રતિનિધિ, કોલેજ સ્ટાફ પરિવાર, ટીચીંગ અને નોન ટીચીંગ સ્ટાફ, શિબિરાર્થીઓ-વિદ્યાર્થીઓ વગેરેએ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહીને આ ઉદઘાટન સમારોહના સાક્ષી બન્યા હતા. કાર્યક્રમની શરુઆત દીપ પ્રાગટય, પુષ્પગુચ્છ, ગણપતિ વંદના નૃત્યુ સ્તુતિ દ્વારા કરવામાં આવી હતી.



આ સમારોહના બીજા ચરણમાં એન.એસ.એસ. યુનિટનાં માર્ગદર્શક અને ઓફિસર હંસાબેન પરમારે આ કેમ્પનું મહત્વ, તેના સિદ્ધાંતો, મુલ્યો, અને લાભાલાભ જણાવી સ્વાગત પ્રવચન કર્યું હતું. તેમજ કોલેજનાં આચાર્યનાં પ્રતિનિધિ રૂપે પ્રા.ડો. એ.વી. નંદાણીયાએ પરિચય ઉદબોધન આપ્યું હતું. ત્યારબાદ મેયર બીનાબેન કોઠારી અને સર્વ મંચસ્થ મહાનુભાવોએ પ્રસંગ અનુરૂપ પોતાના વિચારો વ્યકત કરી શિબિરાર્થીઓને ગ્રામ્યજીવનનો મહિમા સમજાવી પ્રોત્સાહિત કર્યા હતા.


આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કોલેજનાં સાંસ્કૃતિક કમીટીના અઘ્યક્ષ પ્રા. ડો. ભારતીબેન સોલંકીએ કર્યું હતું. સમગ્ર કાર્યક્રમની રૂપરેખા અને માર્ગદર્શન કોલેજનાં વડા આચાર્ય જી.બી.સિંહે આપ્યું હતું. અને આ કાર્યક્રમને સફળતા અપાવવા પ્રા.ડો. હંસાબેન પરમારે જહેમત ઉઠાવી હતી. અંતમાં આભારદર્શન પ્રા.ડો. નયનાબેન પંડયાએ કર્યું હતું. 




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application