જીલ્લાના ૪૨૧ ગામડાઓમાં તળાવોને પુન:જીવીત કરી જળસંચય અર્થે જન-જાગૃતિ માટેના “જૈન સંગઠન ફાઉન્ડેશન-જામનગર” ના પ્રચાર રથનો કલેક્ટરના વરદ હસ્તે શુભારંભ

  • June 01, 2023 06:27 PM 

ભારતીય જૈન સંઘટન [BJ5], પુના દ્વારા કેન્દ્ર સરકારના નીતિ આયોગ અને જળશક્તિ મીનીસ્ટ્રી દ્વારા સમગ્ર દેશમાં ૧૦૦ જીલ્લાઓને જળ સમૃદ્ધ બનાવવા માટે જન-જાગૃતિનું કાર્ય કરવાની કાર્યવાહી ત્રણ વર્ષ માટે કરવા માટે MoU કરવામાં આવેલ.


કેન્દ્ર સરકાર સાથેના MoU અનુસાર ગુજરાતના ત્રણ જીલ્લાઓ પસંદ કરવામાં આવેલ છે અને જામનગર જીલ્લો તે ત્રણ જીલ્લાઓ પૈકીનો એક છે. BIS જામનગર ચેપ્ટર – જૈન સંગઠન ફાઉન્ડેશન-જામનગર” દ્વારા જામનગર જીલ્લા કલેકટર બી. એ. શાહ [IAS] સાથે ગત તા. ૧૬,૫,૨૦૨૩ ના રોજ MU સહી કરવામાં આવ્યું અને જીલ્લાના ૪૨૧ ગામોમાં તળાવો અને ચેક ડેમોમાં થી કાંપ કાઢી જળ સંગ્રહ ક્ષમતા વધારવા જન જાગૃતિ માટે પ્રચાર રથ તૈયાર કરવામાં આવ્યો છે. જૈન સંગઠન ફાઉન્ડેશન જામનગરના આ પ્રચાર-રથ ને ૩૧-૫-૨૦૨૩, ભીમઅગીયારસ ના શુભ દિવસે કલેકટર બી. એ. શાહ તથા નોડલ ઓફિસર શ્રેયસ હરદયાના હસ્તે વિધિવત પ્રસ્થાન કરાવવામાં આવ્યો.


આ પ્રસંગે જામનગર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ બીપેન્દ્રસિંહ જાડેજા તથા જૈન અગ્રણીઓ રમણીકભાઈ કે. શાહ, ડો. બિપીન વાધર, મેયર બીનાબેન કોઠારી, નગર-સેવક નીલેશભાઇ કગથરા, વિજયભાઈ શેઠ, વિજયભાઈ સંઘવી, જૈન ભોજનાલયના ટ્રસ્ટીઓ મુગટ શાહ અને જીતુ મહેતા, જૈન સોશ્યલ ગ્રુપ નવાનગર ના પ્રમુખ અરવિંદ મહેતા, તથા ડો. રુપેન દોઢીયા, ચેતુભાઈ શાહ, ડો. કલ્પનાબેન ખંધેડીયા, ગીતાબેન સાવલા, મીતાબેન દોશી, શશીભાઇ કામદાર, પુનીત શેઠ, રમેશ મીઠાણી વી. ઉપસ્થિત રહેલ.


જળ એ જીવન છે અને દરેકને પીવા માટે, ખેતી તેમજ પ્રાણીઓને પાણીની જરૂર પડે છે. આબોહવા ઝડપથી બદલાઇ રહી છે. વરસાદ અનિયમિત બની ગયો છે. જીલ્લાના અનેક ગામડામાં પાણીના સંગ્રહ માટે ગામ તળાવો, અને ડેમમાં કાંપ ભરાઇ ગયો હોય પાણી સંગ્રહ કરવાની ક્ષમતા ઘટી છે. દરેક ગામ પાણી માટે સ્વાવલંબી બને તે આ તમામ જળાશયોમાંથી ખોદકામ કરો કાંપ દુર કરવા, તેમની યોગ્ય જાળવણી કરવા, પાણીનો બગાડ અટકાવવા વગેરે વિષે જાણકારી અને જાગરૂકતા કેળવવી અત્યંત જરૂરી છે.


ગ્રામ પંચાયતો અને પાણી સમિતિઓને યોગ્ય તાલીમ આપી સશક્ત બનાવી સરકારની મદદથી જામનગર જીલ્લાના તમામ તળાવોને જળ-સમૃદ્ધ કરી ગામડાઓને પાણીમાં “આત્મનિર્ભર" બનાવવા માટે ગામે ગામ પ્રચાર રથ ફેરવી જન-જાગૃતિ આણી ગ્રામ પંચાયતો તરફથી માંગણીની અરજી કરાવી તે કર્યોને બનતી ત્વરાએ પુરા કરાવવા માટે જૈન સંઘટન ફાઉન્ડેશન જામનગરના પદાધિકારીઓ સર્વે જીગ્નેશ શાહ, શરદ શેઠ, આદેશ મહેતા, હિતેશ મહેતા, કૃણાલ શેઠ, નવીન કોઠારી, જયેશ પતીરા, સમીર મહેતા, ઋષભ શાહ, રક્ષિત શેઠ, વિશ્વાસ શેઠ તથા સંગઠનના સર્વે સભ્યો દ્વારા સંનિષ્ઠ પ્રયાશો કરવામાં આવી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application