જાપાનમાં 7.6ની તીવ્રતાનો ભૂકંપ, ભારે સુનામીનો ખતરો, લોકોને સ્થળાંતર માટે કરાઈ અપીલ

  • January 01, 2024 03:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભૂકંપ બાદ એક ઈમારતમાં લાગી ભીષણ આગ, પરમાણુ પાવર પ્લાન્ટમાં આંચકાના કારણે થયેલી અનિયમિતતાની તપાસ શરુ



વર્ષના પ્રથમ દિવસે પશ્ચિમ જાપાનના ઇશિકાવા પ્રાંતમાં તીવ્ર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા ૭.૬ માપવામાં આવી છે. હવામાન વિભાગે દરિયાકાંઠાના વિસ્તારોમાં સુનામીની ચેતવણી આપી છે. લોકોને દરિયા કિનારે ન જવાની સૂચના પણ આપવામાં આવી છે. જાપાનની હવામાન એજન્સીએ જણાવ્યું કે નિગાતા, તોયામા, યામાગાતા, ફુકુઈ અને હ્યોગો પ્રીફેક્ચર્સમાં પણ સુનામી આવી શકે છે. આ સમયગાળા દરમિયાન દરિયામાં ૫ મીટર ઉંચા મોજા ઉછળી શકે છે. શક્તિશાળી ભૂકંપના કારણે પશ્ચિમ જાપાનના લોકોમાં ભયનું વાતાવરણ છે.

આ સિવાય ૮૦ સેન્ટિમીટરના મોજા તોયામા પ્રીફેક્ચર સુધી પહોંચ્યા હતા, જ્યારે નીગાતા પ્રીફેક્ચરના કાશીવાઝાકીમાં પણ ૪૦ મીટર સુધીના મોજા જોવા મળ્યા હતા. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, ૪૦ સેન્ટિમીટરની લહેરો નિગાતાના સાડો આઇલેન્ડ સુધી પહોંચી હતી. યામાગાતા અને હ્યોગો પ્રીફેક્ચર્સ પણ સુનામીથી પ્રભાવિત થવાની ધારણા છે. ભૂકંપનું કેન્દ્ર ઇશિકાવા પ્રીફેક્ચરમાં એનામિઝુના ઉત્તરપૂર્વમાં આશરે ૪૨ કિલોમીટરની ઊંડાઇએ આવ્યું હતું.


પશ્ચિમ જાપાનમાં ભૂકંપ બાદ એક ઈમારતમાં ભીષણ આગ લાગી હતી. જોકે, ઘટનાની માહિતી મળતાં જ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને તેને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહી છે. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, તેઓ પરમાણુ પાવર પ્લાન્ટમાં કોઈપણ અનિયમિતતાની તપાસ કરી રહ્યા છે. મજબૂત ભૂકંપ પછી પ્લાન્ટમાં કોઈપણ પ્રકારની અનિયમિતતા જોવા મળી નથી. આંચકાને કારણે, આ પ્લાન્ટમાં વિસ્ફોટ અને રાસાયણિક લિકેજનું જોખમ વધે છે. જો કે, દેશના મુખ્ય કેબિનેટ સચિવે કહ્યું કે ભૂકંપ પછી અત્યાર સુધી કોઈ પ્લાન્ટમાં કોઈ સમસ્યા નોંધાઈ નથી. સ્થાનિક અધિકારીઓએ લોકોને સ્થળાંતર કરવાની અપીલ કરી છે અને લોકોને સંભવિત ભૂકંપ માટે તૈયાર રહેવા ચેતવણી પણ આપી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application