જામનગરમાં સાઇબર ક્રાઇમથી બચવા સિનિયર સિટીજનોને જિલ્લા પોલીસવડા અને ટીમ દ્વારા માર્ગદર્શન અપાયું...

  • April 13, 2023 04:38 PM 

સાઇબર ક્રાઇમના વધતા જતા ગુનાહોની વચ્ચે સાઇબર ક્રાઇમની ચૂંગલથી બચવા માટે જામનગર જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ સાઇબર ક્રાઇમ પોલીસ ટીમ દ્વારા મુહિમ હાથ ધરવામાં આવી છે, જેના પગલે લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે ત્યારે સિનિયર સિટીઝનોને પણ સાયબર ક્રાઇમથી બચવા માટે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલું અને સાબર ક્રાઇમની ટીમ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.


સાઇબર ક્રાઇમના સકંજામાં અનેક લોકો ફસાતા હોવાની ઘટનાઓ સામે આવી રહી છે અને એમાં પણ ખાસ કરીને સિનિયર સિટીઝન કે જે આજના આધુનિક યુગમાં ટેકનોલોજીથી પૂરા જાણકાર ન હોવાના કારણે ઘણી વખત સાયબર ક્રાઇમના શિકાર બનતા હોય છે, ત્યારે સાયબર ચોરની ઝપેટમાં સિનિયર સિટીઝનો ન આવે તે માટે તેમણે જાગૃત કરવામાં આવી રહ્યા છે.
​​​​​​​


જામનગર પોલીસ દ્વારા સિનીયર સિટીઝનોને સાયબર સુરક્ષા માટે સુરક્ષા સેતુ અંતર્ગત વિષેશ સાયબર ક્રાઈમ જાગ્રુતિ અભિયાન શરૂ કરવામા આવેલ છે, જે અંર્તગત SHE TEAM દ્વારા સિનીયર સિટીઝનોને સાયબર ક્રાઈમથી બચવામાં માર્ગદર્શન આપવામા આવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application