બીમારીમાં વ્યાજે નાણા લેતાં વ્યાજખોરીના અસાધ્ય રોગનો લાગ્યો ચેપ

  • January 12, 2023 10:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વ્યાજખોરીની ઘણીખરી ફરિયાદોમાં વ્યાજના ચૂંગાલમાં ફસાનાર બીમારી સમયે નાણા લેવા મજબૂર થયા હોવાનું કારણ સામે આવ્યું: પરિવારના એક સભ્યને બચાવવા જતાં વ્યાજખોરના વિષચક્રમાં ફસતા આખા પરિવારની જિંદગી ગોટે ચડી ગયાના અનેક કિસ્સા: બીમારી સમયે સરકારી સહાયની પર્યા માહિતીના અભાવની સાથે તંત્રની ઉદાસીન નીતિથી લોકો વ્યાજખોરો પાસે જવા લાચાર




વ્યાજખોરીનો મુદ્દો હાલ રાયભરમાં ચર્ચાના કેન્દ્રસ્થાને છે. વ્યાજખોરો સામે તૂટી પડવા માટે પોલીસને આપાયેલા આદેશના પગલે રાયભરમાં વ્યાજખોરો સામે પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે. રાજકોટ શહેર અને જિલ્લામાં પણ વ્યાજખોરીના અનેક કિસ્સાઓમાં હવે ફરિયાદો નોંધાઈ રહી છે.





વ્યાજખોરીની આ ફરિયાદોમાં એક મહત્વની બાબત એ સામે આવી રહી છે કે, ઘણીખરી ફરિયાદોમાં વ્યાજના ચૂંગાલમાં ફસાનાર વ્યકિત ખૂદ અથવા તો તેના પરિવારના સભ્ય બીમારીમાં સપડતા તેઓની નાછૂટકે લાચારીમાં વ્યાજખોરો પાસે જવા માટે મજબુર થવું પડું હતું. બાદમાં તેઓ વ્યાજખોરના અજગર ભરડામાં ફસાયા અને આખા પરિવારની જિંદગી ગોટે ચડી ગઇ હોય.





આયુષ્માન કાર્ડ સહિતની સરકારની સહાય અને સુવિધાઓની પર્યા માહિતીનો અભાવ બીજી તરફ સંબંધિત તત્રં વાહકોની ઉદાસીન નીતિના લીધે બીમારી સમયે લોકોને નાછૂટકે વ્યાજખોરો પાસે જવા સિવાય કોઈ રસ્તો બચતો નથી.આ સ્થિતિનો લાભ લઇ વ્યાજખોરો મનફાવે તેવું વ્યાજ વસૂલતા હોય છે. પરિવારના એક સભ્યની જાન બચાવવા જતા વ્યાજખોરીની ચૂંગાલમાં આખો પરિવાર છિનભિન્ન થઈ ગયાના પણ અનેક કિસ્સા સામે આવ્યા છે. ત્યારે બીમારી સમયે લોકોને સરકારી સહાય યોગ્ય સમયે અને યોગ્ય રીતે મળી રહે તેના પર ભાર મૂકવામાં આવે અને સરકાર આ બાબતે વધુ પ્રચાર પ્રસાર કરે. બીમારી સમયે લોકોને મળતી સહાયની નાનામાં નાની માહિતી છેવાડાના માનવી સુધી પહોંચે તે પ્રકારની વ્યવસ્થા ઉભી કરવામાં આવે તો કદાચ લોકોને બીમારી સમયે વ્યાજખોરો પાસે જવા માટે મજબૂર ન થવું પડે.



કોરોનાગ્રસ્ત મહિલાએ સંબંધી પાસે પૈસા લીધા'તા: હવે મકાન નામે કરી દેવા દબાણ
શહેરના કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં નૂરાનીપરામાં રહેતા મુમતાઝબેન સાજીદભાઈ ઠેબાને કોરોના થતાં પૈસાની તંગી હોય પિયા ૩૦,૦૦૦ સંબંધી એવા રેહાન શેખ પાસેથી લીધા હતા. જેનું રોજ પિયા ૬૦૦ વ્યાજ ચૂકવવાનું નક્કી કયુ હતું ત્યારબાદ દર પાંચ દિવસે રેહાન .૩,૦૦૦ લઈ જતો હતો. આ રીતે છેલ્લા એક વર્ષ સુધી વ્યાજ ચૂકવ્યા બાદ છેલ્લા છ માસથી પૈસાની તંગી હોય દીકરાઓને પણ કામ ધંધો મળતો ન હોય મહિલા પૈસાના ભરી શકતા આ શખસે છ મહિનાનો હિસાબ કરી પિયા દોઢ લાખ દેવાના થાય છે જો પૈસા ન આપો તો મારા નામે મકાન કરી આપો તેમ કહ્યું હતું.જેથી મહિલાએ કહ્યું હતું કે, આજ દિન સુધીમાં પિયા ૩૦,૦૦૦ ના બદલામાં બે લાખ ભરી દીધા છે છતાં આ શખસે ઉઘરાણી ચાલુ રાખી હતી.



બીમાર પુત્રની સારવાર માટે વ્યાજે નાણા લેતાં કોમ્ય્યુટર ઓપરેટર ચુંગાલમાં ફસાયો
શહેરના રેલ નગર ૨ શેરી નંબર ૪ બ્લોક નંબર ૧૬૭ માં રહેતા કોમ્પ્યુટર ઓપરેટર સાગર ખોડીદાસભાઇ ચાવડા(ઉ.વ ૩૭)નામના યુવાને બીમાર પુત્રની સારવાર માટે ધર્મરાજસિંહ પાસેથી પિયા ૨૪૦૦૦ અને અન્ય આરોપી હરપાલસિંહ જાડેજા પાસેથી પિયા ૩૦૦૦૦ વ્યાજે લીધા હતા જેના બદલામાં ધર્મરાજસિંહ ૪૩ હજાર અને હરપાલસિંહ ૪૮ હજાર ચૂકવી દીધા હતા આમ કુલ ૫૪ હજાર ના બદલામાં ૯૧૦૦૦ ચૂકવી દીધા છતાં પૈસાની પઠાણી ઉઘરાણી કરી હતી. અને યુવાનને ઉપાડી જવાની ધમકી આપી હતી.



કોરોનાગ્રસ્ત પત્નીની સારવાર માટે દોઢ લાખ લીધા હતા હવે, ૨૧ લાખની માગણી
લાભદીપ સેસાયટીમાં રહેતા અજયભાઇ જેન્તીભાઇ વોરા નામના યુવાને કરોનાગ્રસ્ત પત્નીની સારવાર માટે ૨૦૨૧ માં હિતેન્દ્રસિંહ ચુડાસમા પાસેથી દોઢ લાખ વ્યાજે લીધેલા અને જે–તે સમયે પીયાની જરીયાત હોય જેથી વ્યાજનો દર નક્કિ કર્યેા ન હતો. બાદમાં વ્યાજખોરે ઘરે આવી યુવાન તથા તેના પિતાજી પાસે .૨૧,૦૦,૦૦૦ ની પઠાણી ઉધરાણી કરી પીયા વ્યાજ સહીત આપી દેજો નહીતર તારા ઘરમાં કોઇને જીવતા નહીં રહેવા દઉં તેવી ધમકી આપવા લાગ્યા હતાં.



કેન્સરગ્રસ્ત પત્ની માટે લીધેલા ૨૪ લાખના ૩૪ લાખ ચૂકવ્યા છતાં ધમકાવતા વ્યાજખોરો
મોરબી રોડ પરના સેટેલાઈટ ચોકમાં ભાડાના મકાનમાં રહેતા અને સતં કબીર રોડ પર કોલ્ડિ્રકસની દુકાન ધરાવનાર રતનસિંહ ઉર્ફે બાબુભાઈ કલ્યાણજીભાઈ લીંબાસીયા નામાના વેપારીએ કેન્સગ્રસ્ત પત્નીની સારવાર માટે ફરિયાદમાં રાજુ ગઢવી, ભયલા ભરવાડ અને મયુર આહીર પાસેથી મળી કુલ .૨૪ લાખ વ્યાજે લીધા હતાં.પત્ની કેન્સર સામેની જગં હાર જતા તેનું અવસાન થઇ ગયું. વેપારીએ આ ૨૪ લાખના બદલામાં ૩૪ લાખ ચૂકવી દીધા છતા વ્યાજખોરો વેપારી પાસે વધુ રકમ માંગી તેને જાનથી મારી નાખવાની ધમકી આપતા રહે છે.



બીમારીમાં ખેતીકામ ન થતાં કૌટુંબિક ભાઇ પાસેથી ૫૦ હજાર લેતાં ૬.૬૦ લાખ ચૂકવવા પડયા
ગોંડલના બાંદ્રા ગામે રહેતા અતુલભાઇ બાબુભાઈ જેસાણી નામના યુવાનને સતત તાવ આવતો હોય તબીયત સારી ન રહેતા ખેતીકામ થઇ શકે તેમ ન હોય કૌટુંબિક ભાઇ અનિલ નાગજીભાઈ જેસાણી પાસેથી . ૫૦ હજાર લીધા હતાં.બદલામાં . ૬.૬૦ લાખ જેવી માતબર રકમ ચૂકવી દીધી હોવાછતાં હજુ . ૮૦ હજારની માંગણી કરી કૌટુંબિક ભાઇ ધમકી આપતા હોય અંતે યુવાને ફરિયાદ નોંધાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application