જામનગરમાં જોવા મળ્યા સેંકડો બેરોજગાર: આઇટીઆઇ ખાતે મેગા જોબફેર યોજાયો

  • January 20, 2023 06:01 PM 

મદદનીશ નિયામક રોજગાર કચેરી જામનગર અને મોડેલ કેરીયર સેન્ટર જામનગર દ્વારા આજે આઇટીઆઇ કેમ્પસ ખાતે મેગા જોબફેર યોજાયો હતો, જેમાં દિપ પ્રાગટયવિધિ જીલ્લા સમાહર્તા ડો. સૌરભ પારઘી, દ્વારા કરવામાં આવ્યુ હતું.


 આ સમયે આઇટીઆઇના આચાર્ય જી.એસ. વસોયા, ગુલાબનગર આઇટીઆઇના આચાર્ય ગાગીયા, ઇન્ડ. પ્રમોશન ઓફીસર દર્શીત ભટ્ટ, સરકારી કોમર્સ કોલેજના આચાર્ય ઘેલાણી, સરકારી પોલીટેકનીક કોલેજના આચાર્ય બલદાણીયા, ગવર્મેન્ટ કોલેજ જામનગરના પ્રોફેસર ડો. સોનલ જોશી તથા મદનનીશ નિયામક રોજગાર કચેરી જામનગરના તથા મોડેલ કેરીયર સેન્ટર અને આઇટીઆઇના અધિકારીઓ તથા કર્મચારીઓ જોડાયા હતા, આ મેગા જોબફેરમાં બહોળી સંખ્યામાં રોજગાર વાચ્છુક ઉમેદવારો ઉપસ્થીત રહયા હતા.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application