ગ્રીસમાં ભયાનક ટ્રેન અકસ્માત, 26 લોકોના મોત

  • March 01, 2023 03:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



મોડી રાત્રે બનેલી ઘટના બાદ રાહત અને બચાવ કાર્ય પુરજોશમાં



ગ્રીસમાં બે ટ્રેનો વચ્ચે થયેલા ભયાનક અકસ્માતમાં મૃત્યુઆંક 16થી વધીને 26 થઈ ગયો છે. આ અકસ્માતમાં 85 લોકો ઘાયલ થયાના સમાચાર છે. પ્રાપ્ત માહિતી અનુસાર ઘાયલોમાં ઘણાની હાલત નાજુક છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે મૃત્યુઆંક હજુ વધી શકે છે.


મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો અકસ્માત મોડી રાત્રે થયો હતો. અકસ્માતનું કારણ શું છે, તે હાલ સ્પષ્ટ થયું નથી. ઘટના સ્થળે રાહત અને બચાવ કાર્ય હજુ પણ ચાલુ છે. આ ભયાનક દુર્ઘટના અંગે ગ્રીસના થેસાલી ક્ષેત્રના ગવર્નરે જણાવ્યું કે, એક પેસેન્જર ટ્રેન એથેન્સથી ઉત્તરીય શહેર થેસાલોનિકી જઈ રહી હતી, જ્યારે બીજી માલસામાન ટ્રેન થેસાલોનિકીથી લારિસા તરફ આવી રહી હતી. આ બંને ટ્રેનો લારિસા શહેરની બહાર ટકરાઈ હતી.


અકસ્માત એટલો ભયાનક છે કે અકસ્માત બાદ બચાવકાર્યમાં મદદ માટે સેનાને બોલાવવામાં આવી છે, જ્યારે હોસ્પિટલોમાં ઈમરજન્સી લાગુ કરી દેવામાં આવી છે. સોશિયલ મીડિયા પર ઘટનાની તસવીરો અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જેમાં ટ્રેનના કોચ કેવી રીતે આગની લપેટમાં છે તે જોઈ શકાય છે. આ સિવાય કેટલાક કોચ પણ પાટા પરથી ઉતરી ગયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application