ઈમાનદાર રિક્ષા ચાલકે મૂળ માલિકને રોકડ રકમ સહિતનું પાકીટ પરત કર્યું

  • January 01, 2024 09:14 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એક ઈમાનદાર ઓટોરિક્ષા ચાલકે મળેલ ₹20,000 તથા અગત્યના ડોક્યુમેન્ટ મૂળ માલિકને પરત કરેલ 
 આજરોજ તારીખ 31-12-23  ના રોજ ખંભાળિયા મિલન ચાર રસ્તા પાસે રીક્ષા ચાલક યોગેશભાઈ ગણાત્રા ને એક પાકીટ મળેલ જેમાં ₹20,000 તથા કોરો ચેક તથા અગત્યના ડોક્યુમેન્ટ હોય જેથી યોગેશભાઈએ જિલ્લા ટ્રાફિક શાખાના એએસઆઈ મનીષભાઈ દેવમુરારી નો સંપર્ક કરતા મનીષભાઈએ આ અંગે જરૂરી તપાસ કરતા સદર રૂપિયા તથા પાકીટ ભાટિયા રહેતા રણછોડભાઈ મનજીભાઈ કણજારીયા ના હોય જે અંગે તપાસ કરી તેઓને સુપરત કરેલ જેથી રણછોડભાઈએ ઈમાનદાર રીક્ષા ચાલક યોગેશભાઈ ગણાત્રાનો તથા જિલ્લા ટ્રાફિક શાખા દેવભૂમિ દ્વારકા પોલીસનો આભાર વ્યક્ત કરે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application