જળવાયુ પરિવર્તનના કારણે છેલ્લા દાયકા કરતાં 65% વધુ ઝડપથી પીગળી રહ્યા છે હિમાલયના ગ્લેશિયર્સ

  • June 21, 2023 11:48 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હિમાલયન ગ્લેશિયર ઈન્ટરનેશનલ સેન્ટર ફોર ઈન્ટીગ્રેટેડ માઉન્ટેન ડેવલપમેન્ટના અહેવાલ મુજબ ગ્લેશિયર્સ 2011 થી 2020 સુધીના પાછલા દાયકાની સરખામણીમાં 65 ટકા વધુ ઝડપથી પીગળી રહ્યા છે.જેનું કારણ જળવાયુ પરિવર્તનને કહી શકાય.વૈજ્ઞાનિકોનું કહેવું છે કે સદીના અંત સુધીમાં ગ્લેશિયર્સ 80% સુધી પીગળી જશે. જો ગ્લેશિયર્સને બચાવા માટે ગ્લોબલ વોર્મિંગ પર નિયંત્રણ કસવામાં નહી આવે તો ઘણા ગ્લેશિયર્સ ગાયબ થઇ જશે.


હિમાલયન ગ્લેશિયર્સ એ પાણીનો વિશાળ ભંડાર છે જે ભારતના લાખો લોકોના જીવનને ટકાવી રાખે છે.તેમજ ઘણી હિમનદીઓ નીકળે છે.પરંતુ જળવાયુ પરિવર્તનના કારણે મોટાભાગની હિમનદીઓ પીગળી રહી છે.


ઈન્ટરનેશનલ સેન્ટર ફોર ઈન્ટીગ્રેટેડ માઉન્ટેન ડેવલપમેન્ટ (ICIMOD)ના અહેવાલ મુજબ ગ્લેશિયર્સ 2011 થી 2020 સુધીમાં પાછલા દાયકાની સરખામણીમાં 65 ટકા વધુ ઝડપથી પીગળી રહ્યા છે.મુખ્ય લેખક ફિલિપ વેસ્ટરે જણાવ્યું હતું કે જે ઝડપે બરફ પીગળી રહ્યો છે તે ચિંતાજનક બાબત છે. અનુમાન ન હતું કે ગ્લેશિયર્સ આટલા ઝડપથી પીગળશે.હિંદુકુશ હિમાલય ક્ષેત્રની વર્તમાન સ્થિતિના આધારે એવો અંદાજો લગાવામાં આવ્યો છે કે સદીના અંત સુધીમાં ગ્લેશિયર્સ તેમનો 80 ટકા વિસ્તાર ગુમાવી શકે છે.


આ ઉપરાંત વિજ્ઞાનીઓએ પણ ચેતવણી આપી હતી કે હિમાલયના ગ્લેશિયર્સ જે લગભગ બે અબજ લોકો માટે પાણી પ્રદાન કરે છે. તે જળવાયુ પરિવર્તનને કારણે પહેલા કરતા વધુ ઝડપથી પીગળી રહ્યા છે. હિમાલયના ગ્લેશિયર્સ પીગળવાને કારણે સમુદાયો અણધારી અને ખર્ચાળ આફતોનો સામનો કરી રહ્યા છે.હિમાલયના ગ્લેશિયર્સ ગંગા, સિંધુ, પીળી નદી, મેકોંગ અને ઇરાવદી સહિત વિશ્વની 10 મહત્વપૂર્ણ નદીઓને પાણી પૂરું પાડે છે. તેઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અબજો લોકો માટે ખોરાક, ઊર્જા, સ્વચ્છ હવા અને આવકનો સ્ત્રોત પણ છે.


ફિલિપ્સ વેસ્ટરે જણાવ્યું હતું કે ગ્લેશિયર્સને પીગળતા બચાવવા માટે તાત્કાલિક પગલાની જરૂર છે. જો ગ્લોબલ વોર્મિંગને નિયંત્રણમાં લેવા માટે ઝડપી પ્રયાસો કરવામાં નહીં આવે તો ઘણી હિમનદીઓ અદૃશ્ય થઈ શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application