“હેલ્લો.. હું PMO ઓફિસમાંથી બોલું છું...” વધુ એક નકલી અધિકારી પકડાયો

  • June 03, 2023 05:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વડાપ્રધાન કાર્યાલયમાં અધિકારી બની લોકોને ઠગવાનું કામ કરવું સહેલું બની ગયું હોય તેમ કિરણ પટેલ બાદ વધુ એક આવો જ અધિકારી પકડાયો છે.જે આસિસ્ટન્ટ કમિશનર તરીકે ફરજ બજાવતો તેવું કહી લોકોને છેતર્યા હતા.નોકરી આપવાની લાલચ આપી પૈસાની માંગણી કરી અનેક લોકોને છેતર્યા હતા.આ બાદ CBIને લોકોની ફરિયાદ મળતા નકલી અધિકારીને પકડી પડ્યો છે.આ નકલી અધિકારીએ આરોપીએ PMO અધિકારી તરીકે Truecaller પર પોતાની નોંધણી પણ કરાવી હતી.


વડાપ્રધાન કાર્યાલયમાં (PMO)ના અધિકારી તરીકે ઓળખ બતાવી લોકોને છેતરનાર વ્યક્તિ વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે. આરોપીએ PMO અધિકારી તરીકે Truecaller પર પોતાની નોંધણી પણ કરાવી હતી.


સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશને PMOમાં આસિસ્ટન્ટ કમિશનર તરીકે કામ કરતા એક વ્યક્તિ વિરુદ્ધ FIR નોંધી છે. આરોપ છે કે તે વ્યક્તિ વડાપ્રધાન કાર્યાલયના અધિકારી તરીકે ઓળખ દેખાડીને લોકોને છેતરતો હતો.સીબીઆઈને ડિસેમ્બર 2022માં આ મામલે ફરિયાદ મળી હતી. તપાસ દરમિયાન તપાસ એજન્સીએ વધુ બે લોકોને શોધી કાઢ્યા જેમને નકલી PMO અધિકારીઓના કોલ આવ્યા હતા.


આરોપીએ PMO અધિકારી તરીકે Truecaller પર પોતાની નોંધણી પણ કરાવી હતી. સીબીઆઈના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે તેમને અનિલ કુમાર શર્મા પાસેથી 12 ડિસેમ્બર, 2022ના રોજ ફરિયાદ મળી હતી. તેણે આરોપ લગાવ્યો કે એક વ્યક્તિએ તેને મોબાઈલ નંબર 70913-63733 પરથી ફોન કર્યો અને Truecaller પરનો નંબર PMO ઓફિસ દિલ્હીથી બોલી રહ્યો છું. ત્યારબાદ આરોપીએ સતીન્દર કુમારનો સંપર્ક કર્યો અને બદલામાં પૈસાની માંગણી કરીને તેને નોકરીની ઓફર કરી.


સીબીઆઈને એ પણ જાણવા મળ્યું કે રાજસ્થાનના રહેવાસી મોહર સિંહને પીએમઓમાં તૈનાત આસિસ્ટન્ટ કમિશનર ડૉ.પ્રસાદ પી. નામના વ્યક્તિનો ફોન આવ્યો હતો. ફરીદાબાદના રહેવાસી શેષનાથ શ્રીવાસ્તવે પીએમઓ તરફથી કથિત કોલના આવા જ કેસ નોંધ્યા હતા. સીબીઆઈ અધિકારીએ જણાવ્યું કે પ્રાથમિક તપાસ કર્યા બાદ તેઓએ આઈપીસીની કલમ 170, 511, કલમ 420 હેઠળ એફઆઈઆર નોંધી છે. આ મામલે વધુ તપાસ ચાલુ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application