માવઠું: લાલપુર પંથકમાં અઢી, ખાવડીમાં એક ઇંચ

  • May 01, 2023 04:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગર સહિત સમગ્ર હાલારમાં માવઠાએ ખેડુતની દશા બગાડી નાખી છે, ગઇકાલે લાલપુર અને તેની આજુબાજુના ગામડાઓમાં ધોધમાર અઢી ઇંચ વરસાદ વરસતા નદીમાં પુર આવ્યા છે, જાણે કે ભરચોમાસુ હોય તેવો માહોલ સર્જાયો છે અને આજે સાંજ સુધી જામનગર ઉપર આગાહીનું સંકટ મંડરાયું છે, ત્યારે ખેડુતોના જીવ ઉચ્ચક થઇ ગયા છે. 



લાલપુરથી અમારા પ્રતિનિધિ જણાવે છે કે, ગઇકાલે વિજળીના કડાકા ભડાકા વચ્ચે મેઘરાજાએ ધોધમાર વરસાદ વરસાવ્યો હતો, વરસાદને કારણે મુખ્ય બજારોમાં પાણી ભરાયા હતાં, આજુબાજુના ગામડાઓમાં પણ બે થી અઢી ઇંચ વરસાદ થયાના વાવડ છે અને કમોસમી વરસાદને કારણે કેરી, ઘઉં, મરચાના પાકને વ્યાપક નુકશાન થયું છે. 



ખાવડીથી અમારા પ્રતિનિધિ જણાવે છે કે, ગઇકાલે દિવસ દરમ્યાન મેઘરાજાએ ઘનઘોર વાદળો વચ્ચે એક ઇંચ વરસાદ વરસાવ્યો છે, જો કે હજુ ક્ધટ્રોલ રૂમમાં આ અંગેના કોઇ સમાચાર આવ્યા નથી. આજુબાજુના ખેતરોમાં પણ પાણી ભરાયા હતાં, આજ સાંજ સુધી જામનગર જિલ્લામાં માવઠાની આગાહી છે, ગમે ત્યારે વરસાદ ત્રાટકે તેવી શકયતા છે, તેથી વહિવટી તંત્ર પણ ચિંતામાં મુકાઇ ગયું છે. 



કલેકટર કચેરીના ક્ધટ્રોલ રૂમના જણાવ્યા મુજબ મહત્તમ તાપમાન સિઝનનું સૌથી વધુ ૩૨ ડીગ્રી રહ્યું હતું, લઘુતમ તાપમાન ૨૩ ડીગ્રી, હવામાં ભેજ ૮૧ ટકા અને પવનની ગતિ ૨૫ થી ૩૦ કિ.મી. પ્રતિકલાક રહી હતી.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ આ વખતે મહત્તમ તાપમાન કેટલાક શહેરમાં ૪૩ થી ૪૪ ડીગ્રી રહેશે, એટલે  કે ગયા વર્ષ કરતા ગરમી વધુ રહેશે, જો કે એક મહીનો અવારનવાર માવઠુ થયું છે તેથી ઉનાળાનું સમીકરણ પણ થોડુ બદલાયું છે તે પણ હકીકત છે. 



કાલાવડ, ખંભાળીયા, જામજોધપુર, ધ્રોલ, જોડીયા, લાલપુર, રાવલ, ભાટીયા, ફલ્લા સહિતના વિસ્તારોમાં સવારથી કાળઝાળ ગરમી શરૂ થઇ છે.


'
ગરમીને કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે, સવારથી જ શહેરના મુખ્ય વિસ્તારોમાં લાઇટો ગુલ થઇ ગઇ છે, આજે સૌથી વધુ તાપમાન થયું છે ત્યારે સાથે-સાથે ચાર દિવસ સુધી હાલારના ગામડાઓમાં પણ માવઠાની શકયતા છે તેમ હવામાન ખાતાએ કહ્યું છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application