અમરેલી જિલ્લામાં વ્યાજખોરોનો વધતો આતંક: વધુ બે પોલીસ ફરિયાદ નોંધાઇ

  • January 23, 2023 06:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમરેલી જિલ્લામાં છેલ્લા થોડા દિવસથી દરરોજ વ્યાજખોરો સામે લોકો અવાજ ઉઠાવી પોલીસમાં ફરિયાદ નોંધાવી રહ્યા છે.વધુ બે પઠાણી ઉઘરાણીની ઘટના અમરેલી અને સાવરકુંડલા વિસ્તારમાંથી સામે આવી છે.મોટું વ્યાજ ઉઘરાણી કરી લીધી હોવા છતાં પણ વ્યાજખોરોનો લોભ નહિ ખૂટતા મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો. 
​​​​​​​
અમરેલીના ખીજડીયા ગામે રહેતા ખેડૂત સુરેશભાઈ નાનજીભાઈ ધાડિયા (ઉ.વ.૪૪) એ રમેશભાઈ ભીલડી પાસેથી રૂ.૧૦ લાખ ૨.૫૦ ટકાના વ્યાજે લીધેલ હતા.જેના કારણે આ રમેશ નામનો શખ્સ તેની દુકાન પડાવી લેવા માંગતો હોય અને ૧૮ લાખની માંગણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપતો હોય તેમજ સુરેશભાઈની માલિકીની અમરેલી ખાતે શુભમ કોમ્લેક્ષમાં આવેલ ચાર દુકાનો પડાવી લેવા માટે દુકાનોનું બાનાખત કરાવી પોતાની પાસે રાખેલ હતું .આ બનાવ અંગે અમરેલી તાલુકા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી હતી.તો અન્ય એક ઘટના સાવરકુંડલા પંથકમાં બની હતી.અહીંના મઢડા ગામે ખેતી કરતા ભરતભાઈ બાલાભાઈ બલદાણિયા (ઉ.વ.૪૦) એ દાનુભાઇ માણસુરભાઇ જાંજડા,દાનુભાઇ ભાભલુભાઇ બુધેલા,હરેશભાઇ મધુભાઇ નાકરાણી રહે.દાધીયા પાસેથી વ્યાજે નાણા લીધા હતા.જેની ઉઘરાણી કરી તમામ શખ્સોએ મળીને યુવકની જમીન પચાવી પાડવા માટે વ્યાજ સહીત પૈસા કઢાવી ધાક ધમકી આપીને ‚ા.૩,૦૦,૦૦૦/-ના  વ્યાજ સાથે ‚ા.૩૨,૦૦,૦૦૦/- (બત્રીસ લાખ)ની માંગણી કરી હતી.આ બાબતે પઠાણી ઉઘરાણીથી કંટાળી ધીરજ ખૂટતા સાવરકુંડલા રૂરલ પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાઈ હતી. આ બાબતે અમરેલી જિલ્લાના અલગ-અલગ પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ શરુ કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application