આગામી તા. ૨૩ ફેબ્રુઆરીના 'જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ' યોજાશે

  • January 31, 2023 10:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આગામી તા. ૨૩ ફેબ્રુઆરીના 'જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ' યોજાશે

જિલ્લા કક્ષાના પ્રશ્નો/ફરિયાદો આગામી તા. ૧૦ ફેબ્રુઆરી સુધીમાં રજૂ કરવાના રહેશે

જામનગર તા. ૩૧ જાન્યુઆરી, મુખ્યમંત્રી, ગુજરાત રાજ્ય સરકાર તરફથી જિલ્લા કક્ષાના પ્રશ્નો/ફરિયાદો માટે લોકોએ ઉચ્ચ કક્ષાએ ગાંધીનગર સુધી ન જવું પડે તે માટે જિલ્લા કક્ષાએ 'જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ દિવસ'નું આયોજન કરવા માટે સૂચન કર્યું છે. 

જે અંતર્ગત, જામનગર જિલ્લા કક્ષાએ આગામી તા. ૨૩ ફેબ્રઆરીના રોજ 'જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ'નું આયોજન કરવામાં આવ્યું છે. જે માટે જિલ્લા કક્ષાના પ્રશ્નો-ફરિયાદો આગામી તા.૧૦ ફેબ્રુઆરી સુધીમાં રજૂ કરવાના રહેશે. સુનિશ્ચિત સમય મર્યાદા બાદ રજૂ કરાયેલ પ્રશ્નો કે ફરિયાદોનો આ કાર્યક્રમમાં સમાવેશ કરવામાં આવશે નહી.

આ કાર્યક્રમમાં પ્રશ્ન રજૂ કરવા માટે અરજદારે નીચે જણાવેલ તમામ પ્રકારના મુદ્દાની ખાસ નોંધ લેવાની રહેશે. જે અંતર્ગત, 

(૧) લાંબા સમયથી આખરી નિકાલ આવતો ન હોય તેવા પડતર પ્રશ્નો જ મોકલવા.



(૨) અગાઉ રજૂ કરેલ પ્રશ્ન બીજી વખત રજૂ કરવામાં આવે તો પ્રશ્નનો ક્રમાંક, માસનું નામ લખી બે નકલ સાથે રજૂ કરવો.
(૩) પ્રશ્ન કે અરજીમાં પ્રશ્ન કે અરજી કરનારનું નામ, પૂરું સરનામું, ફોન નંબર, પ્રશ્ન કે અરજીમાં અરજદારની સહી હોવા જોઈએ.
(૪) સરકારી કર્મચારીઓના નોકરીને લગતા પ્રશ્નો અને કોર્ટમાં ચાલતા પ્રશ્નો રજૂ કરી શકાશે નહી.



(૫) નિશ્ચિત તારીખ વીત્યા પછીની, અસંદિગ્ધ, અસ્પષ્ટ રજૂઆતવાળી, એક કરતાં વધુ કચેરી/વિભાગના પ્રશ્નો હોય તેવી, સુવાચ્ય ન હોય તેવી, નામ સરનામાં વગરની, વ્યક્તિગત આક્ષેપોવાળી, અરજદારનું હિત સંકળાયેલ ન હોય તેવી, કોર્ટ મેટર, આંતરીક તકરાર તેમજ સેવાને લાગતી અરજી પર કોઈપણ કાર્યવાહી થઇ શકશે નહી.

આ તમામ બાબતોની અરજદારોએ નોંધ લેવા માટે સ્વાગત શાખા, કલેકટર કચેરી, જામનગરની યાદીમાં અનુરોધ કરવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application