ચાઈનીઝ દોરી સામે હાઇકોર્ટના કડક વલણ બાદ સરકારનું સોગંદનામંુ

  • January 07, 2023 12:39 AM 


સરકારે કહ્યું પ્રતિબંધિત દોરી વેચનાર સામે કડક કાર્યવાહીના આદેશ પણ સંબંધિત વિભાગને કરવામાં આવ્યા છે




તરાયણ પર્વને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે બજારમાં પતંગનું ધોમ વેચાણ થઈ રહ્યું છે. જેમાં પણ પ્રતિબધં હોવા છતાં અનેક શહેરોમા ચાઈનીઝ દોરીનું વેચાણ થઈ રહ્યું છે. જેને લઈને અનેક શહેરોમાં અકસ્માતની ઘટના પણ સામે આવી છે આ મામલે હાઇકોર્ટે કડક વલણ અપનાવ્યું છે.





ગુજરાત હાઇકોર્ટ કડક શબ્દોમાં કહ્યું કે ઘાતક દોરીના કારણે નાગરિકોનો મૃત્યુ થાય કે તેમને ઈજા થાય તે ચલાવી લેવાશે નહીં. વધુમાં ચાઈનીઝ દોરી મામલે જાહેરનામાના અમલીકરણ કરવા વિશે એ માહિતી માંગી હતી. જેને પગલે રાય સરકાર દ્રારા હાઇકોર્ટમાં સોગંદનામુ દાખલ કરવામાં આવ્યું છે. જેના જવાબમાં સરકારે જણાવ્યું કે ચાઇનીઝ દોરીના પ્રતિબધં મામલે ગૃહ વિભાગ અને ડીજીપીએ સત્તાવાર નોટિફિકેશન જાહેર કયુ છે.





વધુમાં સરકારે જણાવ્યું કે પ્રતિબંધિત દોરી વેચનાર સામે કડક કાર્યવાહીના આદેશ પણ સંબંધિત વિભાગને કરવામાં આવ્યા હોવાનું ગુજરાત સરકારે એચસીમાં સોગંદનામુ દાખલ કર્યુ છે.





હાઇકોર્ટે બે દિવસમાં એફિડેવિટ રજૂ કરવા માટે હત્પકમ કર્યેા હતો. જેના ભાગપે આજે સરકારે જવાબ રજૂ કર્યેા હતો.
ઉત્તરાયણના તહેવાર દરમિયાન લોકોના અને પક્ષીઓના જીવને ધ્યાને રાખીને એક અરજી ગુજરાત હાઇકોર્ટમાં કરવામાં આવી હતી. જેમાં ગ્રીન ટ્રીબ્યુનલ અને સુપ્રીમ કોર્ટના ચુકાદા મામલે ચુસ્તપણે અમલ કરવા જણાવાયું હતું.વધુમાં ચાઈનીઝ દોરી અને તુક્કલની સાથે દેશી દોરીમાં કાચનો ભુક્કો લગાવવામાં આવે છે જેની સામે પણ પગલાંની માંગ ઉઠી હતી. ત્યારે જેમાં સમગ્ર મામલે સુનાવણી હાથ ધરાઈ અને હાઇકોર્ટે સરકાર પાસે ખુલાસો માગ્યો હતો. વધુમાં બે દિવસમાં જવાબ રજૂ કરવા સૂચન કરાયું હતું.



ચાઈનીઝ દોરીથી પતગં ચગાવતા યુવક સામે નોંધાયો પ્રથમ કેસ
ઉત્તરાયણમાં જીવલેણ ચાઈનીઝ દોરીથી પતગં ચગાવવા પર પોલીસે પ્રતિબધં મુકયો છે. આ દરમિયાન અમદાવાદમાં ચાઈનીઝ દોરીથી પતગં ચગાવતા યુવક સામે પહેલો કેસ નોંધાયો છે. પેટ્રોલિંગ સમયે એક યુવક ચાઈનીઝ દોરી પર પતગં ચગાવતો હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. ઘાટલોડીયા ચાણકયપુરી બ્રીજ પાસે આવેલા ખુલ્લા મેદાનમાં યુવક પતગં ચગાવતો હતો. પોલીસે મેદાનમાં જઈને તપાસ કરતા અજય વાઘેલા નામનો યુવક ચાઈનીઝ દોરીની રીલ પર પતગં ચગાવતો હતો. પોલીસે અજયે ચગાવેલો પતગં ઉતારાવ્યા બાદ તેના વિદ્ધમાં ગુનો નોંધ્યો હતો અને ચાઈનીઝ દોરી જ કરીને તેની ધરપકડ કરી હતી.



રાજકોટમાં ચાઈનીઝ દોરીની ૨૩૫ ફીરકી સાથે મહિલા સહિત બે પકડાયા
પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના વેચાણ સામે રાજકોટ શહેર પોલીસે કડક કાર્યવાહી શ કરી છે.સતત ત્રીજા દિવસે પોલીસે ચાઈનીઝ દોરીનું વેચાણ કરનાર કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં એલસીબી ઝોન ટુ ની ટીમે શહેના સોની બજાર વિસ્તારમાં આવેલા ખત્રીવાડ ડોસા માધવજી શેરી મણી પાનની દુકાનની સામે આવેલા સિઝન સ્ટોરમાં દરોડો પાડી અહીંથી .૬૪,૧૦૦ ની કિંમતની ૨૧૭ ચાઈનીઝ દોરીની ફીરકીનો જથ્થો ઝડપી લીધો હતો. આ મામલે પોલીસે સિઝન સ્ટોરના સંચાલક મેહત્પલ નારણભાઈ કેસરિયા (ઉ.વ ૪૫ રહે. શીતલપાર્ક ૧૫૦ ફટ રીંગ રોડ) સામે જાહેરનામા ભગં અંગેની કાર્યવાહી કરી હતી. આ સિવાય શહેરના મોરબી રોડ પર સેટેલાઈટ ચોક પાસે ચાઈનીઝ દોરીનું વેચાણ કરનાર છાયા જીેશભાઈ ઉમરાયાને ઝડપી લઇ તેની પાસેથી ચાઈનીઝ દોરીની ૨૮ રીલ કબજે કરી જરી કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application