જામનગરમાં કારખાનામાંથી ૭ લાખના માલની ચોરી

  • March 06, 2023 04:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કારખાનામાંજ કામ કરતા કર્મચારીનું કારસ્તાન

જામનગરનાં ઉદ્યોગ નગર વિસ્તારમાં આવેલા એક કારખાના માંથી ત્યાં કામ કરતો એક કર્મચારી રૂ. સાત લાખ ની કિંમત નાં માલસામાન ની ત્રણેક માસ મા ચોરી કરી લઈ ગયો હતો.આ અંગે આજે પોલીસ મા ફરિયાદ નોંધાવાઈ છે.આથી પોલીસે આરોપી ની શોધખોળ હાથ ધરી છે.


જામનગરમાં હિરજી મિસ્ત્રી રોડ ઉપર એકતા બિલ્ડિંગમાં રહેતા જયમીનભાઇ દિલીપકુમાર શાહનું નીઓ-ઈન  કોર્પોરેશન નામથી  કારખાનું ઉદ્યોગ એસોસિયેશન ની ઓફિસની બાજુમાં બાજુમાં પ્લોટ નંબર ૩૭૩, ગાળા નંબર ૨૮ માં આવેલ છે. એ કારખાનામાંથી ત્રણેક માસ દરમિયાન રૂપિયા ૭ લાખની કિંમતના ૪૬૦  નંગ મોર્ટાઈઝ હેન્ડલ ની ચોરી થવા પામી હતી. આ બાબતની  કારખાના સંચાલકને જાણ થતા તેણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. 





જેમાં આરોપી તરીકે એ જ  કારખાનામાં  માલ સામાન પેકિંગ અને માલ સામાન ટ્રાન્સપોર્ટ કરવાનું કામ કરતા કમલેશ કિશોરભાઈ કમોયા (રે . સુભાષપરા શંકર ટેકરી) હોવાનું જાણવા મળતા પોલીસે આરોપી કિશોર કમોયા સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.


આરોપી કમલેશ કારખાના માં પેકિંગ અને ટ્રાન્સપોર્ટેશનનું કામ કરતો સંભાળતો હોવાથી કારખાના માંથી માલ સામાન ના બોક્સ ભરીને બહાર મોકલવામા  આવતા હતા તેમાંથી અમુક બોક્ષ પોતાના ના ઘર ભેગા કરી દીધા હતા આખરે માલ સામાનની ગણતરીમાં મોટી ઘટના કારખાના સંચાલકને શંકા જવાથી ગણતરી કરી હતી અને અંતે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application