ગોંડલના દેરડી (કુંભાજી) ગામે શોટસર્કિટથી ઘઉંના પાકમાં આગ: ખેડૂતની ખાધાખોરાકી સળગી ગઈ

  • March 21, 2023 03:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્યભરના ઘણા તાલુકાઓમાં પડેલા કમૌસમી વરસાદને લઈને ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.આભમાંથી વરસેલ માવઠાની આફતને લઈને ઘણા ખેડૂતોનો તૈયાર પાક નાશ થવાની સાથે આખા વર્ષની કમાણી ગુમાવવાનો વારો આવ્યો છે.જ્યારે ગોંડલના દેરડી(કુંભાજી) ગામે એક અનોખો કિસ્સો સામે આવ્યો છે.દેરડી(કુંભાજી) ગામે માવઠું તો ન આવ્યુ પરંતુ ભારે ફૂંકાયેલ પવનને લઈને શોટસર્કિટના કારણે ઘઉંના પાકમાં આગ ભભૂકી ઉઠવા પામી હતી.અને ખેડૂતે વાવેલ મોટા ભાગનો ઘઉંનો ઉભો પાક બનીને ખાખ થઈ જવા પામ્યો હતો.
​​​​​​​
દેરડી(કુંભાજી) ગામે ઠાકરશીભાઈ કરશનભાઈ નરોડીયાએ શાંખે જમીન રાખીને પોતાની ખાધા ખોરાકી માટે ઘઉંનુ વાવેતર કર્યુ હતું.માવઠાના ડરે ખેડૂતે પાક ઉપર આવેલ ઘઉંની લણણી કરી ન હતી.પરંતુ દેરડી (કુંભાજી) ગામે આવેલા હવામાનમાં પલ્ટાની ફૂંકાયેલ ભારે પવન સાથે ખેતરમાંથી પસાર થતી વિજલાઈનમા શોટસર્કિટ થતા ખેડૂતના ઘઉંના પાકમાં આગ ભભૂકી ઉઠવા પામી હતી.શોટસર્કિટને કારણે લાગેલ આગમાં જોતજોતામાં ખેડૂતનો ઘઉંનો મોટા ભાગનો તૈયાર પાક બળીને ખાખ થઈ જવા પામ્યો હતો.આ સાથે જ ખેડૂતને બાર મહિનાની ખાધા ખોરાકી ગુમાવવાનો વારો આવ્યો હતો.પીજીવીસીએલના પાપે ખેડૂતનો તૈયાર પાક બળીને ખાખ થઈ જતા ખેડૂત દ્વારા સરકાર અથવા પીજીવીસીએલ દ્વારા પાકની નુકસાની અંગે વળતર આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે.ત્યારે ખેડૂતને ન્યાય મળશે કે નહી એ જોવાનું રહ્યું.. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application