ગોંડલ અને જામકંડોરણામાં ચાઇનીઝ દોરી વેચતા બે વેપારી ઝપટે ચડયા

  • January 12, 2023 07:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખતરનાક અને જીવલેણ ચાઇનીઝ દોરીના વેચાણ સામે પ્રતિબંધ હોવાછતાં કેટલાક લાલચુ વેપારીઓ કમાઇ લેવાની લ્હાયમાં આ જોખમી દોરીનું વેચાણ કરી રહ્યા છે.ત્યારે પોલીસે તેની સામે કડક કાર્યવાહી કરી આવી દોરીનું વેચાણ કરનારને ઝડપી રહી છે.પોલીસે જામકંડોરણા અને ગોંડલમાં ચાઇનીઝ દોરીનું વેચાણ કરનાર વેપારીને ઝડપી લઇ તેની સામે કાયદેસરની કાર્યવાહી કરી છે.


જામકંડોરણા પોલીસે અહીંના ખોડીયાર ચોક પાસે આવેલા શ્રીજી ટ્રેડર્સ નામની દુકાનની બાજુમાં સ્ટોલમાં ચાઇનીઝ દોરીનું વેચાણ કરનાર નિરવ ઉર્ફે ભુરો હરીશભાઇ આડતીયા(ઉ.વ ૩૨ રહે. જામકંડોરણા) ને ઝડપી લઇ અહીંથી ચાઇનીઝ દોરીની પાંચ ફિરકી કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી. જયારે ગોંડલ સિટી પોલીસ મથકના સ્ટાફે અહીં જેલ ચોક હીમાલયા સોડાની બાજુમાં જે.કે.સેન્ડવીચ સિઝન સ્ટોર નામની દુકાનમાં તપાસ કરતા અહીંથી ચાઇનીઝ દોરીની ૯ ફિરકી મળી આવી હતી.જેથી પોલીસે દુકાનદાર મુકેશ ભયલાભાઇ રાજા(ઉ.વ ૫૫ રહે.ઉંબાવાળા ફાટક ચોકસીનગર ગોંડલ) સામે જાહેરનામા ભંગ અંગેનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application