ગોંડલ : માર્કેટિંગ યાર્ડમાં 2500થી વધુ મરચાની ભારીઓ બળીને થઇ રાખ, ફાયર વિભાગની ટીમ અને વેપારીઓને વેઠવી પડી ભારે હાલાકી

  • April 11, 2023 05:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટના ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજે અચાનક આગ લાગવાની ઘટના બની છે. બપોરના સમયે યાર્ડમાં રાખેલા મરચાની ભારીમાં આગ લાગતા વેપારીઓ અને ખેડૂતો ભારે પરેશાન થયા હતા.


સૂત્રો મુજબ લાગેલી આગથી કરોડોનું નુકશાન થયું હોવાની ભીતિ છે. જો કે હજુ આગ લાગવાનું કારણ અકબંધ છે. ઘટનાના પગલે ફાયર વિભાગની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોચી પરિસ્થિતિ કાબુમાં લીધી હતી.
​​​​​​​
 

નોંધનીય છે કે, હાલ મસાલાની સીઝન ચાલી રહી હોય માર્કેટિંગ યાર્ડમાં મોટા પ્રમાણમાં મરચાનો જથ્થો રાખવામાં આવ્યો હતો. જેમાં એકાએક આગ ભભૂકી ઉઠતા ખેડૂતોમાં અફરાતફરી મચી જવા પામી હતી. ત્યાં રાખવામાં આવેલી કુલ મરચાની ભારીઓ માંથી અંદાજે 2500 જેટલી ભારીઓ આગમાં બળીને ખાખ થઇ ગઇ છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application