દુબઈથી આવેલી ફ્લાઇટમાં ઝડપાયું 2 કરોડનું સોનું, દિલ્હી કસ્ટમ વિભાગે ફ્લાઈટના ટોઇલેટ સિંક માંથી કર્યું જપ્ત

  • March 06, 2023 08:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ્સની ટીમે સોનાની દાણચોરીનો મોટો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો. કસ્ટમ વિભાગની ટીમે 2 કરોડનું સોનું રિકવર કર્યું છે.

કસ્ટમ અધિકારીઓ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ દુબઈથી દિલ્હી આવી રહેલી ફ્લાઈટમાં સોનાની દાણચોરી થઈ રહી હોવાની માહિતી કસ્ટમને સુત્રો પાસેથી મળી હતી. 3 માર્ચે દુબઈથી ઉપડેલી ફ્લાઈટ મુંબઈ, હૈદરાબાદ અને પટના થઈને દિલ્હી એરપોર્ટના ટર્મિનલ 2 પર પહોંચી હતી.

આ પછી, જ્યારે કસ્ટમના અધિકારીઓએ દાણચોરીની માહિતીના આધારે આખી ફ્લાઈટની સર્ચ કરી. આ દરમિયાન, ટોઇલેટના સિંકની અંદરથી ટેપથી ચોંટાડેલું પાઉચ મળી આવ્યું હતું. તેને ખોલતાં જ 1-1 કિલોની 4 કિલો સોનાની પટ્ટી મળી આવી હતી, જેને કસ્ટમની ટીમે જપ્ત કરી હતી.

એવી આશંકા છે કે દુબઈમાં ટેક ઓફ કરતા પહેલા જ ટોઈલેટની અંદર આ સોનું સંતાડી દેવામાં આવ્યા હશે, આ મામલે કસ્ટમની ટીમે વધુ તપાસ શરૂ કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application