પહેલી જ વારમાં ભારતના ખાતામાં ગોલ્ડ, ભારતની દીકરીઓએ ચીનમાં રચ્યો ઇતિહાસ, શ્રીલંકાને હરાવી ક્રિકેટમાં જીત્યો ગોલ્ડ

  • September 25, 2023 03:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતની દીકરીઓએ ચીનના મેદાનમાં ઈતિહાસ રચ્યો છે. ટીમ ઇન્ડિયાએ ફાઇનલમાં શ્રીલંકાને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો છે. એશિયન ગેમ્સ 2023માં ભારતનો આ બીજો ગોલ્ડ છે. આ પહેલા ભારતે શૂટિંગમાં પહેલો ગોલ્ડ જીત્યો હતો. એશિયન ગેમ્સના ઈતિહાસમાં આ ત્રીજી વખત ક્રિકેટનો સમાવેશ કરવામાં આવ્યો છે.


અગાઉ, બે વાર જ્યારે ક્રિકેટ આ રમતોનો ભાગ બની હતી, ત્યારે ભારતે તેમાં ભાગ લીધો ન હતો. મતલબ કે આ પહેલીવાર છે જ્યારે ભારત એશિયન ગેમ્સમાં ક્રિકેટ રમી રહ્યું છે અને પહેલી વાર રમીને જ ગોલ્ડ પોતાના ખાતામાં લઇ લીધો છે. આ કારણે કહી શકાય કે ભારતીય દીકરીઓએ ચીનની ધરતી પર ક્રિકેટમાં ઈતિહાસ રચ્યો છે.


એશિયન ગેમ્સ 2023ની ફાઇનલ મેચ એટલે કે ગોલ્ડ મેડલ મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી હતી. ભારતીય ટીમે 20 ઓવરમાં 7 વિકેટે 116 રન બનાવ્યા હતા, જેમાં સ્મૃતિ મંધાનાએ સૌથી વધુ 46 રન બનાવ્યા હતા. અને જેમિમાહે 42 રન આપ્યા હતા.


ભારતે આપેલા 117 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકાની મહિલાઓએ મજબૂત શરૂઆત કરી હતી. પરંતુ, તેની શરૂઆત ભારતીય બોલરોએ ટૂંક સમયમાં જ રોકી દીધી હતી. શ્રીલંકાની વિકેટો પડતી રહી, જેના પરિણામે તેને હારનો સામનો કરવો પડ્યો. શ્રીલંકાની ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 97 રન જ બનાવી શકી અને 19 રનથી મેચ હારી ગઈ.


એશિયન ગેમ્સ 2023માં ક્રમાંકિત ટીમો હોવાના કારણે, ભારત અને શ્રીલંકાએ ક્વાર્ટર ફાઈનલથી સીધા રમવાનું શરૂ કર્યું. ક્વાર્ટર ફાઈનલમાં ભારતની મલેશિયા સામેની મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી, જ્યાં ભારતીય મહિલાઓ, બેસ્ટ સીડ હોવાને કારણે, સેમિફાઈનલમાં સીધો પ્રવેશ મેળવ્યો હતો. સેમિફાઇનલમાં ભારતનો સામનો બાંગ્લાદેશ સામે થયો હતો, જ્યાં તેણે 70 બોલ બાકી રહેતાં 8 વિકેટથી જીત મેળવી હતી અને હવે ફાઇનલમાં, ભારતે શ્રીલંકાના પડકારને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો, જેણે સેમિફાઇનલમાં પાકિસ્તાનને હરાવ્યું હતું.


એશિયન ગેમ્સ 2023ની મહિલા ક્રિકેટ ઈવેન્ટમાં ભારતે ગોલ્ડ મેડલ જીત્યો તો શ્રીલંકાએ સિલ્વર મેડલ જીત્યો. બાંગ્લાદેશે પાકિસ્તાનને હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application