વિશ્વ મંદી તરફ: ભારતનો વિકાસ ૨૦૨૪માં ઘટશે: વિશ્વ બેન્ક

  • January 11, 2023 04:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


નવા અહેવાલમાં દુનિયાના મોટાભાગના દેશોના આર્થિક વૃદ્ધિના અનુમાનમાં ઘટાડો કર્યો, એક જ દશકમાં બીજી વખત વિશ્વ આર્થિક મંદી તરફ




વિશ્વના અનેક દેશોના અર્થતંત્ર અત્યારે ભારે મુશ્કેલીમાં છે અને ફુગાવા સહિતના અનેક પડકારો તેમની સામે અવરોધક પરિબળ બનીને ઊભા છે ત્યારે વૈશ્વિક અર્થતંત્ર અંગે વર્લ્ડ બેન્કનો અહેવાલ પણ ભારે ચિંતાજનક રહ્યો છે.




વર્લ્ડ બેંક ના નવા અહેવાલમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે વિશ્વ આંશિક મંદી તરફ આગળ વધી રહ્યું છે અને વિશ્વના મોટાભાગના દેશો સામે અર્થતંત્રને મજબૂત કરવાના અનેક અવરોધો છે ત્યારે મોટાભાગના દેશોના આર્થિક વૃદ્ધિદરમાં ઘટાડો થઈ શકે છે. 80 વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર જ એવું બની રહ્યું છે કે એક જ દશકમાં વૈશ્વિક અર્થતંત્ર બીજી વખત મંદિમાં સપરાઇ જવાનો ખતરો છે.




વર્લ્ડ બેંકના પ્રમુખના અહેવાલમાં એવી ચેતવણી આપવામાં આવી છે કે 2023 માં વૈશ્વિક વૃદ્ધિદર ઘટીને ત્રણ દશકના સૌથી નીચલા સ્તર પર પહોંચી શકે છે અને એવી ચેતવણી પણ આપી છે કે વૈશ્વિક અર્થવ્યવસ્થા મંદીના ચક્કરમાં આવી જવાના પુરા સંકેત છે અને ખતરનાક સ્વરૂપની મંદી તરફ વિશ્વ આગળ વધી રહ્યો છે .




એમણે એવી ચેતવણી પણ આપી છે કે આવનારા સમયમાં સખત મૌદ્રિક નીતિ બનાવવામાં આવે તો પણ મોંઘવારીનો દર ખૂબ જ ઊંચો રહેવાની પૂરેપૂરી શક્યતા છે એ જ રીતે નાણાકીય દબાણ પણ રહેશે અને વિશ્વના મહત્વના અને પ્રમુખ અર્થતંત્ર નબળા રહી શકે છે.




વૈશ્વિક રાજકીય પરિસ્થિતિ અને ખાસ કરીને રસિયા અને યુક્રેનના યુદ્ધને કારણે જે પરિસ્થિતિ ઉદ્ભવી છે તેની અસર આગામી સમયમાં દેખાવાની છે અને એટલા માટે જ વિશ્વના મોટાભાગના દેશોના અર્થતંત્ર નબળા પડશે અને આર્થિક વૃદ્ધિદરમાં ઘટાડો થવાનો છે.





બેંકના અહેવાલમાં એવી માહિતી પણ આપવામાં આવી છે કે એસી વર્ષોના ઇતિહાસમાં એવું પ્રથમવાર જ બનશે જ્યારે એક જ દશકમાં બે વખત વૈશ્વિક અર્થવ્યવસ્થા મંદીમાં સપડાઈ જશે અને વિશ્વના મોટા ભાગના દેશોના વૃદ્ધિદર અટકી જશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application