દશેરા પર રેલવે કર્મચારીઓને મળી ભેટ, ડીએમાં 4%નો વધારો  

  • October 24, 2023 04:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



જુલાઈ ૨૦૨૩ થી પેન્ડિંગ હતો આ વધારો, મોંઘવારીને ધ્યાનમાં રાખીને લેવાયો નિર્ણય


દશેરા અને દિવાળીના અવસર પર, રેલવે બોર્ડે તેના લાખો કર્મચારીઓને ભેટ આપતા મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની જાહેરાત કરી છે. આ પછી તે ૪૨ ટકાથી વધીને ૪૬ ટકા થઈ ગયો છે. આ દરો ૧ જુલાઈ, ૨૦૨૩થી લાગુ થઈ ગયા છે. રેલ્વે બોર્ડ દ્વારા ૨૩ ઓક્ટોબર, ૨૦૨૩ ના રોજ જારી કરવામાં આવેલ નોટિફિકેશન મુજબ, ઓલ ઈન્ડિયા રેલ્વે અને ઉત્પાદન એકમોના જનરલ મેનેજર અને મુખ્ય વહીવટી અધિકારીઓએ નિર્ણય લીધો છે કે હવે ડીએ ૪૨ ટકાથી વધારીને ૪૬ ટકા કરવામાં આવશે.
​​​​​​​


રેલવે બોર્ડે તેના નોટિફિકેશનમાં એ પણ જણાવ્યું છે કે જુલાઈ ૨૦૨૩ થી અત્યાર સુધીનું એરિયર્સ કર્મચારીઓને આપવામાં આવશે. આ બાકી રકમ આગામી મહિનાના પગાર સાથે જમા કરવામાં આવશે. ઓલ ઈન્ડિયા રેલ્વેમેન્સ ફેડરેશનના જનરલ સેક્રેટરી શિવ ગોપાલ મિશ્રાએ જણાવ્યું હતું કે કર્મચારીઓનો ડીએ વધારો જુલાઈ ૨૦૨૩ થી પેન્ડિંગ હતો. હવે કર્મચારીઓને તેમનો હક્ક મળી રહ્યો છે. સમાચાર મુજબ રેલ્વે બોર્ડના આ નિર્ણય બાદ રેલ્વે કર્મચારી યુનિયનોએ આ નિર્ણયનું સ્વાગત કર્યું છે. નેશનલ ફેડરેશન ઓફ ઈન્ડિયન રેલ્વેમેનના જનરલ સેક્રેટરી એમ રાઘવૈયાએ આ નિર્ણય બાદ કહ્યું છે કે આ નિર્ણય માત્ર મોંઘવારી દરના આધારે લેવામાં આવ્યો છે. આ નિર્ણય પાછળનો હેતુ એ છે કે કર્મચારીઓ પર મોંઘવારીની કોઈ અસર ન થવી જોઈએ.


ડીએ વધારવાના રેલવે બોર્ડના નિર્ણય પહેલા કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓને દિવાળી બોનસની ભેટ આપી હતી. કેન્દ્ર સરકારે ગ્રુપ સી અને નોન ગેજેટ ગ્રુપ બી અધિકારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી હતી. કેન્દ્ર સરકારે આ બોનસની મહત્તમ મર્યાદા ૭,૦૦૦ રૂપિયા નક્કી કરી છે. કેબિનેટે આ બોનસ માટે ૧૫,૦૦૦ કરોડ રૂપિયાની મંજૂરી આપી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application