જીઆઇડીસીના ડે. ઇજનેર સસ્પેન્ડ: સર્વેયરની બદલી કરતું તંત્ર

  • September 28, 2023 01:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જીઆઇડીસીના ડે. ઇજનેર સસ્પેન્ડ: સર્વેયરની બદલી કરતું તંત્ર

લાંચ કેસમાં સરકાર કડક બની: ગાંધીનગરથી આદેશ છુટયા બાદ કડક પગલા લેવાયા

જામનગરની જીઆઇડીસીમાં લોકો પાસેથી ઉઘરાણું કરવામાં આવતું હોવાની થોકબંધ ફરિયાદો મળી હતી અને ત્યારબાદ ગાંધીનગરથી ખાતેથી જીઆઇડીસીમાં તપાસ કરવા માટે એક ઉચ્ચકક્ષાની ટીમ પણ આવી હતી, આખરે આ પ્રકરણમાં જેમની સામે આક્ષેપો થયા છે તે ડે.એન્જીનિયર જૈનમ ડોબરીયાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે જયારે સર્વેયર યતીન રાઠોડની ગાંધીનગર ખાતે બદલી કરી નાખવામાં આવી છે. 

જાણવા મળતી માહિતી મુજબ શંકરટેકરી ઉદ્યોગનગરમાં આવેલી જીઆઇડીસીની ઓફીસમાં ડે.એન્જીનિયરે ઇમ્પેકટની ફાઇલ કલીયર કરવા માટે ‚પિયાની માંગણી કરી હોવાની ફરિયાદ ઉઠી હતી અને આ માટે આર્કેટેકટ દ્વારા બે ફાઇલના ૫૦ હજાર નકકી કરવામાં આવ્યા હતાં. ત્યારબાદ વિડીયો પણ વાયરલ થયો હતો. આ વિડીયો બાદ સમગ્ર રાજયમાં ભારે ખળભળાટ મચી ગયો હતો. 
​​​​​​​

આ ગંભીર આક્ષેપો સાથે ગાંધીનગરથી એક ટીમ જીઆઇડીસીમાં આવી પહોંચી હતી અને કેટલાક કારખાનેદારો અને કર્મચારીઓના નિવેદનો પણ લેવામાં આવ્યા હતાં અને ત્યારબાદ ફરિયાદમાં કાંઇક તથ્ય જણાતા આખરે ડે.એન્જીનીયરને સસ્પેન્ડ કરી દેવા હુકમ કરવામાં આવ્યો છે ત્યારે સર્વેયર તરીકે વિવાદાસ્પદ કામગીરી કરનાર યતીન રાઠોડની ગાંધીનગરમાં બદલી કરી નાખવામાં આવી છે, જો કે આ ઘટના અંગે હજુ તપાસ ચાલું છે અને આગામી દિવસોમાં કંઇક નવા ભણકારા વાગે તેવી પણ શકયતા છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application