જી.જી. હોસ્પીટલના પટાંગણમાં યુવાન પર હુમલો

  • June 20, 2023 06:23 PM 

જામનગરની જી.જી. હોસ્પિટલના પટાંગણમાં ગઇકાલે બપોરે જામકંડોરાણાના યુવાન પર ત્રણ અજાણ્યા શખસો અચાનક આવી ધોકા વડે તૂટી પડતા યુવાનને ઈજાઓ પહોંચી હતી. આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. કયા કારણસર હુમલો કરાયો એ સહિતની વિગતો પોલીસ ફરીયાદમાં બહાર આવશે.


જામકંડોરણાના ચિત્રાવડ ગામે રહેતા સિદ્ધરાજસિંહ ઉદુભા ચુડાસમા નામનો યુવાન તેના નાનીમાને બતાવવા માટે જી.જી. હોસ્પિટલ આવ્યો હતો. બપોરના સમયે તે બતાવીને પોતાની કાર મુખ્ય દ્વાર પાસેથી કાઢતો હતો ત્યારે અચાનક ૩ શખસો ધોકા સાથે ધસી આવ્યા હતા અને કારમાં ધોકા મારી નુકસાની કરી હતી બાદમાં સિદ્ધરાજસિંહ પર તૂટી પડ્યા હતા.

​​​​​​​
આ ઘટનાને પગલે સિદ્ધરાજસિંહને ઈજા થતાં તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જી.જી. હોસ્પિટલમાં સરાજાહેર થયેલી આ મારામારીની ઘટનાના કારણે અફડાતફડી મચી ગઈ હતી. પોલીસ પણ તાત્કાલિક દોડી આવી હતી અને ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application