ઉનાના કેસરિયા ગામે જીયો ટાવરના જનરેટરની ચોરી

  • May 22, 2023 12:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઉના પંથકમાં તસ્કરોએ તળખળાટ મચાવી દીધો હોય તેમ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ચોરીના બનાવો વધી રહ્યા હોય તેમ ત્રણ દિવસ પહેલા ધોકડવા માતાજીના મંદિરની દાન પેટી તોડી રોકડ રકમની ચોરી કરી જતા સીસીટીવી કેમેરામાં કેદ થયેલ હોય ત્યાર ઉનાના કેસરીયા ગામે આવેલ મોબાઇલ નેટર્વકના રીલાન્ય જીયો કંપનીના ટાવર નીચે રાખવામાં આવતું પાવર જનરેટર જ કોઇ અજાણ્યા તસ્કરો ઉઠાવી ગયા હતા. 
​​​​​​​
આ અંગેની જાણ કંપનીના સુપરવાઇઝરે ઉના પોલીસમાં અજાણ્યા શખ્સો વિરૂધ ફરીયાદ નોધાવતા પોલીસે ચોરી કરનાર તસ્કરનો શોધખોળ હાથ ધરેલ છે.કેસરીયા ગામે આવેલ રીલાયન્સ જીયો નેટવર્કના ટાવર માટે રાખવામાં આવતુ જનરેટર ફાઉન્ડેશન ઉપર ફીટ કરેલ હતું. આ જનરેટર ૧૦ કેવીનું હોય અને આ જીયો ટાવરનું અચાનક નેટવર્ક બંધ થઇ જતાં તેની જાણ ટેકનીશ્યન જયસુખભાઇ અરસીભાઇ પરમારને થતા તેમણે કંપીના જીલ્લા સુપરવાયઝર કેસરીયા ગામે જઈ સ્થળ તપાસ કરતા જનરેટર જોવા મળેલ નહી. અને કોઇ અજાણ્યા શખ્સો ૧૦ કે.વી.નું જનરેટર સાથે તેમાં ૧૨૦ લીટર ડિઝલ પણ ભરેલ કિ.રૂ.કિ. રૂ.૧,૦૧,૪૮૮ હજારના મત્તાની ઉઠાવી ચોરી કરી ગયા હોવાનું માલુમ પડતા આજુબાજુમાં તપાસ કરવા છતાં મળી આવેલ નહી. જેથી આ અંગે રાકેશભાઈ ઉકાભાઇ ભેડા એ ઉના પોલીસમાં અજાણ્યા શખ્સો જનરેટરની ચોરી કરી ગયા હોવાની ફરીયાદ નોધાવતા પોલીસે જનરેટરની ચોરી કરનારને ઝડપી પાડવા ચક્રગતિમાન કરેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application