અમીર અને ગરીબ વચ્ચે વધી રહી છે આર્થિક અસમાનતાની ખાઈ, દેશની કુલ સંપત્તિનો મોટો હિસ્સો અમીરોના હાથમાં

  • August 01, 2023 10:12 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
અબજોપતિઓની સંખ્યાના સંદર્ભમાં વિશ્વમાં ભારત ત્રીજા, રશિયા પાંચમા અને બ્રાઝિલ 11મા ક્રમે




માત્ર ભારત જ નહિ રઢિયા અને બ્રાઝીલ જેવા દેશોમાં પણ આર્થિક અસમાનતા જોવા મળે છે.દિવસે ને દિવસે ગરીબ વ્યક્તિ ગરીબ થતો જાય છે ને અમીર વ્યક્તિ અમીર થતો જાય છે. દેશની કુલ સંપતિનો મોટો ભાગ અમીરોના હાથમાં છે.




વિશ્વની લગભગ અડધી સંપત્તિ માત્ર 1.2 ટકા વસ્તીના હાથમાં છે. આર્થિક અસમાનતામાં આ તફાવત રશિયા, બ્રાઝિલ અને ભારતમાં વધુ છે. ટોચના એક ટકા ધનિકો રશિયાની સંપત્તિના લગભગ 59 ટકા પર નિયંત્રણ કરે છે. બ્રાઝિલમાં આ હિસ્સો 50 ટકાની નજીક છે. જ્યારે ભારતમાં આ આંકડો 40 ટકાથી થોડો વધારે છે.




વ્યક્તિઓ વચ્ચે આવક અને સંપત્તિનું અસમાન વિતરણ મોટાભાગના દેશોમાં જોવા મળે છે. દેશની કુલ સંપત્તિનો મોટો હિસ્સો પસંદ કરેલા અમીરોના હાથમાં હોય છે. વિશ્વભરમાં 2,640 અબજોપતિ છે. આ સંખ્યા 1987ની સરખામણીમાં 19 ગણી છે. અબજોપતિઓની સંખ્યાના સંદર્ભમાં વિશ્વમાં ભારત ત્રીજા, રશિયા પાંચમા અને બ્રાઝિલ 11મા ક્રમે છે.




ડિજિટલીકરણ જેવી તકનીકી પ્રગતિએ બજારો અને બિઝનેસ મોડલ બદલ્યા છે અને કામમાં ફેરફાર થવાને કારણે આવકની અસમાનતા વધી છે. વૈશ્વિકીકરણે ઓછા કુશળ કામદારોના વેતન અને નોકરીઓ પર પ્રતિકૂળ અસર કરી છે. સંવેદનશીલ નીતિઓનો અભાવ સમસ્યાને વધુ ઘેરી બનાવી રહ્યો છે.




રશિયામાં ભ્રષ્ટાચાર અને ધનિકો માટે ઓછા કર જેવા પરિબળોએ અમીર અને ગરીબ વચ્ચેનું અંતર વધારી દીધું છે. શહેરી અને ગ્રામીણ વિસ્તારોના વિકાસમાં તફાવત, કરવેરાની અયોગ્ય પ્રણાલી અને શિક્ષણના સ્તરમાં ઘટાડો બ્રાઝિલને અસર કરે છે.



બે દાયકા પહેલા 1 ટકા મૂડીવાદીઓ દેશની 33 ટકા સંપત્તિ પર નિયંત્રણ રાખતા હતા. 2005માં પસંદગીના ધનિકો પાસે 42 ટકા મિલકત હતી. જે 2020માં 40.5 ટકા અને 2021માં 40.6 ટકા ભારતના સૌથી ધનિક 1 ટકા પાસે હતી. વૈશ્વિક નાણાકીય કટોકટી કોરોના રોગચાળાની અસર પણ જોવા મળી રહી છે જ્યારે જંગી રોકાણો ધનિકોની સંપત્તિમાં વધુ વધારો કરી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application