ગેન્ગસ્ટર ભાઈઓ અતીક અહેમદ અને અશરફની રીવાજો મુજબ થઇ દફનવિધિ, હત્યારાઓને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા

  • April 16, 2023 09:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં અતિક અહેમદ અને તેના ભાઈ અશરફની હત્યા બાદ કેન્દ્ર સરકાર એલર્ટ મોડમાં છે. ગેંગસ્ટર ભાઈઓને મારનારા ત્રણ હત્યારાઓને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં રહેશે. રવિવારે સાંજે પોલીસ કડક સુરક્ષા હેઠળ ત્રણેય હત્યારાઓને લઈને પ્રયાગરાજ ડિસ્ટ્રિક્ટ કોર્ટ પહોંચી હતી. મેજિસ્ટ્રેટ નાગરંદ સિંહની કોર્ટે હત્યારાઓને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા છે.


આ દરમિયાન જિલ્લા કોર્ટની બહાર ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. કોર્ટના ચારેય રસ્તાઓ બ્લોક કરી દેવામાં આવ્યા હતા. બીજી તરફ એસઆરએન હોસ્પિટલમાં અતીક અને અશરફ અહેમદનું પોસ્ટમોર્ટમ પણ પૂર્ણ કરવામાં આવ્યું હતું. બંને માફિયા ભાઈઓના મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યા હતા. પોલીસ બળ સાથે, પરિવાર અતીક અને અશરફના મૃતદેહોની દફનવિધિ થઇ ચુકી છે.


અતીક અહેમદને કસારી મસારી કબ્રસ્તાનમાં તેના પિતા હાજી ફિરોઝ અહેમદ અને માતાની કબરો પાસે દફનાવવામાં આવ્યો છે. અતીકના ત્રીજા પુત્ર અસદને પણ 15 એપ્રિલે સવારે 9 વાગ્યે તે જ જગ્યાએ દફનાવવામાં આવ્યો હતો. હવે અતીક અને તેના ભાઈ અશરફને અહીં દફનાવવામાં આવ્યા છે. 

વર્ષ 2006માં રાજુ પાલનાની હત્યા કરવામાં આવી હતી. જેમાં અતીક અહેમદનું નામ પણ સામે આવ્યું હતું. રાજુપાલ હત્યા કેસના સાક્ષી ઉમેશ પાલ અતીકના દબાણને નકારી કાઢ્યું. 2007માં ઉમેશ અપહરણ કેસમાં અતીક અહેમદ અને તેના ભાઈ અશરફ આરોપી હતા. 18 વર્ષ પછી એટલે કે 24 ફેબ્રુઆરી 2023ની બપોરે, ઉમેશ પાલ તેના અપહરણના કેસની સુનાવણીમાંથી પરત ફરી રહ્યો હતો, ત્યારે ઓચિંતો હુમલો કરી હુમલાખોરોએ તેના પર ગોળીબાર કર્યો અને બોમ્બમારો કર્યો. જેમાં ઉમેશ પાલ અને તેના એક સુરક્ષાકર્મીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક સુરક્ષાકર્મીનું સારવાર દરમિયાન મોત થયું હતું.


મૃતક ઉમેશની પત્ની જયા પાલે હત્યા પાછળ અતિક અહેમદ, અશરફ, અતીકના પુત્ર અસદ, અતીકની પત્ની શાઇસ્તા અને અન્ય ઓપરેટિવ સામે કેસ દાખલ કર્યો હતો. ઉમેશ પાલ અપહરણ કેસમાં અતીકને આજીવન કેદની સજા મળી હતી, પરંતુ અશરફને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો. અતીકને ફરીથી સાબરમતી જેલમાં અને અશરફને બરેલી જેલમાં મોકલવામાં આવ્યો હતો. બીજી તરફ ઉમેશ પાલની હત્યા કેસમાં નામ આવતા જ બંનેને 5 દિવસના પોલીસ રિમાન્ડ પર પ્રયાગરાજ લવાયા હતા, બંનેએ સઘન પૂછપરછ દરમિયાન અનેક રહસ્યો ખોલ્યા હતા. નોંધનીય છે કે, પોલીસને અનુમાન હતું કે અતીકની પત્ની શાઇસ્તા દીકરાની દફનવિધિમાં પહોચી નથી તો પતિની દફનવિધિમાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application