ક્રિપ્ટો કરન્સી વેચાણના નામે ફ્રોડ કરતી ગેંગનો સાગરીત સકંજામાં

  • March 28, 2023 12:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા સુરતના એક શખ્સને દબોચી લીધો હતો અને પુછપરછ ચલાવવામાં આવી રહી છે, ક્રીપ્ટો કરન્સી વેચાણના નામે ફેક પ્રોફાઇલ બનાવીને ફ્રોડ કરતા ગેંગનો આરોપી સકંજામાં આવતા ચકચાર વ્યાપી છે, આવા શખ્સોથી સાવચેત રહેવા સાયબર પોલીસે અપીલ કરી છે.


રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવએ સાયબર સ્પેસ ઉપર થતા ક્રાઇમને નાબુદ કરવા સુચના કરેલ જેથી જામનગર જીલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુએ સાયબર ક્રાઇમના પી.આઇ પી.પી. ઝાને સોશ્યલ મિડીયા દ્વારા થતા ફાઇનાન્સીયલ ફ્રોડના ક્રાઇમ જેવા કે ક્રીપ્ટો કરન્સીના વેચાણના નામે છેતરપીંડી  જેવા ગુના અટકાવવા તેમજ આવા ગુના કરતા ઇસમોને પકડી પાડવા સુચના કરેલ જેથી સાયબર ક્રાઇમ સ્ટાફની વિશેષ ટીમ બનાવી તપાસમાં હતા.


જામનગરમાં ખાનગી નોકરી કરતા વ્યકિતને ઇન્સ્ટાગ્રામમાં ક્રીપ્ટો કરન્સી વેચવાની ફેક પ્રોફાઇલ બનાવી પોતે સેલર તરીકેની ખોટી ઓળખ આપી ફરીયાદી સાથે ઇન્સ્ટાગ્રામ તથા વોટસએપમાં ચેટ કરીને ફરીયાદીના એકાઉન્ટમાં નાની નાની રકમ ઇન્વેસ્ટ કરાવ્યા પછી સામે ક્રીપ્ટો કરન્સી આપતા અને ફરીયાદીને વિશ્ર્વાસમાં લઇ મોટી રકમનું રોકાણ કરો એક સાથે લાભ લો એવું કહી લલચાવી ફરીયાદીના બીજા એકાઉન્ટમાંથી રૂ. ૨.૦૩.૮૨૫ ની છેતરપીંડી બાબતની ફરીયાદ મળી હતી.


જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન આઇપીસી કલમ ૪૧૯, ૪૨૦ તથા આઇટીએકટ કલમ ૬૬(સી), ૬૬(ડી) મુજબ ગુનો દાખલ થયેલ હતો જે બાબતે આરોપીને પકડી પાડવા નાયબ પોલીસ અધિક્ષક વરૂણ વસાવાના માર્ગદર્શન મુજબ સાયબર ક્રાઇમ પીઆઇએ વિશેષ ટીમ બનાવી તપાસમાં રહેલ દરમ્યાન ગુના બાબતે હેડ કોન્સ. પ્રણવભાઇ વસરાએ તપાસ હાથ ધરી આરોપીના એકાઉન્ટની ડીટેલ મંગાવી તેમજ એટીએમ વિડ્રોલના સીસીટીવી ફુટેજ મંગવાી તેનું એનાલીસીસ કરતા એકાઉન્ટ ધારકની શીધ્ર તપાસ દરમ્યાન સુરત ખાતેથી હેડ કોન્સ. પ્રણવભાઇ વસરા, કુલદીપસિંહ જડેજા, જેઠાભાઇ ડાંગર, વીકીભાઇ ઝાલા દ્વારા ગુનામાં સંડોવાયેલ એક આરોપીને પકડી પાડી અટક કરેલ પુછપરછ કરતા શકમંદને ઝડપી પાડી ધોરણસર તપાસ માટે આગળની કાર્યવાહી કરવા તજવીજ કરેલ છે.


પકડાયેલ આરોપી મહેશ વ્રજલાલ મુંગરા (ઉ.વ.૩૭) હાલ રહે. ઘર નં. ૨૩૭, કામધેનુ સોસાયટી, વેલેન્જા ગામ તા. કમરેજ જિ. સુરત મુળ રહે. તરશીગડા ગામ તા. માળીયા હાટીના જી. જુનાગઢવાળાએ ફરીયાદીને ફ્રોડથી મેળવેલ નાણાને બેંક એકાઉન્ટમાં મેળવીને નાણાને એટીએમ તથા ચેકથી પૈસા વિડ્રોલ કરતો અને પછી કમીશ લઇ અન્ય આરોપીઓના ખાતામાં મોકલાવી આપતો અને સહ આરોપીઓના કહેવાથી તેમના એકાઉન્ટથી ફાઇનાન્સ પ્લેટફોર્મ બનાવેલ એકાઉન્ટમાંથી ક્રીપ્ટો વેચવા-ખરીદવાનું કામ કરતો.
આરોપીના એમઓમાં સ્ટેપ-૧ : ઇન્સ્ટાગ્રામ તેમજ ટેલીગ્રામ જેવા સોશ્યલ પ્લેટફોર્મ પર ઇન્વેસ્ટમેન્ટ માટે જાહેરાત કરતો. સ્ટેપ-૨ પોતે સેલર તરીકેની ખોટી ઓળખ આપી ફેક આઇડી બનાવતો, સ્ટેપ-૩ : ત્યારબાદ ઇન્વેસ્ટમેન્ટની ઇચ્છા ધરાવતા ગ્રાહકો સાથે વોટરસએપ મેસેન્જર દ્વારા વાતો કરતો.


સ્ટેપ-૪, નાની રકમ ઇન્વેસ્ટમેન્ટી સામે ક્રીપ્ટો કરન્સી આપતો અને પછી મોટી રકમનું રોકાણ કરો એક સાથે લાભ લો તેવી લોભામણી જાહેરાતો આપી વિશ્ર્વાસ કેળવી વધારે રોકાણ કરવાનું જણાવતો. સ્ટેપ-૫ : ત્યારબાદ મોટી રકમનું રોકાણ કરાવી વોટઅપમાં બ્લોક કરી, ફોન બંધ કરી ઓનલાઇન છેતરપીંડી આચરી પૈસા પડાવી સાયબર ગુનાને અંજામ આપતો હતો.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application