તા.૧૯થી કેવડિયામાં સરકારની ચિંતન શિબિર અધિકારીઓ કારના બદલે વોલ્વો બસમાં જશે

  • May 17, 2023 12:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કેવડીયા ખાતે ગુજરાત રાજ્યની 10મી ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં રાજ્યના મુખ્યમંત્રીથી લઈને જિલ્લા કલેકટર સુધીના તમામ અધિકારીઓ હાજરી આપશે 230 અધિકારીઓ સાથેની આ ચિંતન શિબિર રાજ્યની દસમી ચિંતન શિબિર બની રહેશે તારીખ 19 , 20 અને 21 એમ ત્રણ દિવસની ચિંતન શિબિરમાં પહોંચવા અધિકારીઓ પોતાની અંગતકાર નહીં પરંતુ આઠ જેટલી વોલ્વો બસ મારફતે કેવડિયા પહોંચશે ગુજરાત રાજ્ય એસટી નિગમ દ્વારા નવીન નકોર 8 વોલવો બસ ફાળવવામાં આવી છે. વિવિધ જિલ્લાઓમાંથી અધિકારીઓને લઈને આવતી આ બસ છેલ્લે કેવડિયા પહોંચશે. અત્રે નોંધવું જરૂરી છે કે આ દિવસો દરમિયાન રાજ્યની રાજધાની ગાંધીનગરના બદલે કેવડિયા બની રહેશે.



આ દિવસી દરમિયાન અલગ-અલગ 44 જેટલા અધિકારીઓ રાઉન્ડ ટેબલ પર ગૃપ ચર્ચા કરશે અને રાત્રી દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમ, નર્મદા આરતી, સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત, રિવર રાફ્ટિંગ તેમજ વિવિધ પ્રકલ્પોની મુલાકાત લેશે. એક દિવસમાં 7 જેટલી વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવશે. અને પ્રોજેક્ટર પર પોતાનું પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવશે. ગેસ્ટ લેક્ચર દ્વારા જે તે વિષયના નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન પુરૂ પાડવામાં આવશે.




 આ દિવસો દરમિયાન ગુજરાત રાજ્યની રાજધાની ગાંધીનગર છે પરંતુ આ દિવસોમા તા 19 થી 21 મે સતત ત્રણ દિવસ ગુજરાત સરકારનું હેડ ક્વાર્ટર કેવડિયા રહેશે. કેવડિયા ખાતે તારીખ 19 મે થી 21 મે સુધી ગુજરાત સરકારની 10મી ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ ચિંતન શિબિરમા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ સરકારના તમામ કેબિનેટ અને રાજ્યકક્ષાના મંત્રીઓ તમામ વિભાગના સચિવો રાજ્યમાં તમામ 33 જિલ્લાના કલેકટર, ડીડીઓ સહિત તમામ આઇએએસ અધિકારીઓ ઉપસ્થિત રહેશે.




ચિંતન શિબિરનો તત્કાલિન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂઆત કરાવી હતી અને પ્રથમ ચિંતન શિબિર કેવડીયા વીવીઆઈપી સર્કિટ હાઉસ ખાતે યોજાઈ હતી. હવે દસમી ચિંતન શિબિર પણ કેવડિયા ખાતે યોજાવા જઈ રહી છે.જેને લઈને નર્મદા જિલ્લાના પ્રભારી સચિવ જિલ્લાના તમામ અધિકારીઓ સાથે સ્થળની મુલાકાત લીધી હતી ત્રણ દિવસ સુધી ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. 




આ શિબિર મા આવનાર તમામ મંત્રીઓ તેમજ અધિકારીઓને આવવા જવાની વ્યવસ્થાથી લઈને જમવાની તમામ વ્યવસ્થા કરવા માટે અલગ અલગ ટીમો તૈનાત કરવામાં આવી છે. એટલે કે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત તમામ મંત્રીઓ અને તમામ અધિકારીઓ કેવડિયા ખાતે ત્રણ દિવસ રહેશે એટલે કે કહી શકાય કે ત્રણ દિવસ સુધી ગુજરાત સરકારનો હેડ ક્વાર્ટર ગાંધીનગર નહીં પરંતુ કેવો રહેશે.



કેવડિયા-એકતાનગર સ્થિત ટેન્ટ સિટી-2 ખાતે આ ત્રિ-દિવસીય શિબિરનો પ્રારંભ 19 મે બપોર બાદ કરવામાં આવશે. બીજા દિવસે સવારે યોગ થકી કાર્યક્રમોની શરૂઆત કરવામાં આવશે. દિવસ દરમિયાન વિવિધ પાંચ ગ્રુપો દ્વારા શિક્ષણ, જાહેર સેવા, આરોગ્ય, શહેરી વિકાસ અને પંચાયત વિભાગના વિવિધ વિષયો પર ચર્ચા કરવામાં આવશે. ચર્ચાના અંતે જન કલ્યાણ અને વિવિધ યોજનાઓને વધુ અસરકારક બનાવવા માટે જે તે ગ્રુપ પોતાના તારણો પ્રસ્તુત કરશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application