ગેમમાં હારી જતા મિત્રોએ ઉડાવ્યો મજાક, ગુસ્સે ભરાઈ શખ્સે હાજર રહેલા તમામ પર વરસાવી ગોળીઓ, 12 વર્ષની બાળકી સહિત 7ના મોત

  • February 24, 2023 10:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બ્રાઝિલમાં એક ચોકાવનારી ઘટના બની છે. રમતમાં હાર બાદ ત્યાં હાજર કેટલાક લોકો એટલા ગુસ્સામાં આવી ગયા કે તેઓએ સાત લોકોને ગોળી મારીને મારી નાખ્યા. આ ઘટના પૂલ ગેમમાં હાર્યા બાદ બની હતી. બ્રાઝિલના માટો ગ્રોસો રાજ્યના સિનોપમાં 12 વર્ષની બાળકી સહિત સાત લોકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. આ હત્યાકાંડ એડગર રિકાર્ડો ડી ઓલિવિરા અને તેના મિત્ર એઝક્વેઝ સોઝા રિબેરો દ્વારા કરવામાં આવ્યો હતો. 30 વર્ષીય એડગરના હાથમાં મોટી બંદૂક હતી અને ઇઝેક્વિઆસના હાથમાં પિસ્તોલ હતી. આ ઘટનામાં સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં બંને હથિયારધારી આરોપીઓ ત્યાં હાજર લોકો પર ફાયરિંગ કરતા અને કારમાં ભાગતા જોવા મળે છે.
​​​​​​​

એડગર મંગળવારે પૂલ ગેમ રમતા રમત હારી જાય છે, તેની સાથે ઘણા પૈસા પણ ગુમાવે છે. પરંતુ બાદમાં તેને તેના મિત્ર સાથે ફરી પડકારે છે. હવે બીજી ગેમમાં પણ તેને હારનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે જ વિજેતા સહિત ત્યાં હાજર લોકો તેના પર હસવા લાગ્યા. આ બધી બાબતોથી એડગરને ગુસ્સો આવ્યો. જે બાદ એડગર અને તેના મિત્ર એઝક્વિઝે તરત જ કારમાંથી બંદૂક કાઢી અને તરત જ તેમના પર ફાયરિંગ શરૂ કરી દીધું.

આ દરમિયાન કેટલાક લોકો પોતાનો જીવ બચાવવા દોડી રહ્યા હતા. પરંતુ એડગરે તેમને પણ મારી નાખ્યા. આ પછી બંને હોલ છોડીને કારમાં ફરાર થઈ ગયા હતા. પોલીસે આરોપીની શોધખોળ તેજ કરી છે. માર્યા ગયેલા લોકોમાં એડગરને હરાવનાર પણ એક હતો. આ સિવાય છ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application