ઓખા-દિલ્હી સરાઇ રોહિલ્લા સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેનની ફ્રિકવન્સી લંબાવાઇ

  • May 18, 2023 11:35 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



મુસાફરોની સુવિધા માટે પશ્ર્ચિમ રેલવેએ ઓખા-દિલ્હી સરાઇ રોહિલ્લા વચ્ચે વિશેષ ભાડા પર દોડતી સમર સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેનની ફ્રીકવન્સી લંબાવવાનો નિર્ણય કર્યો છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ સુનિલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર ટ્રેન નંબર ૦૯૫૨૩ ઓખા-દિલ્હી સરાઇ રોહિલ્લા સ્પેશિયલ (દર મંગળવારે) જેને ૧૬મે સુધી સુચિત કરવામાં આવી હતી તેને હવે આગળ ૨૩મેથી લઇને ૨૭ જૂન સુધી લંબાવવામાં આવશે. આ ઉપરાંત ટ્રેન નંબર ૦૯૫૨૪ દિલ્હી સરાઇ રોહિલ્લા-ઓખા સ્પેશિયલ (દર બુધવારે) જેને ૧૭મે સુધી સૂચિત કરવામાં આવી હતી. તેને હવે આગળ ૨૪મેથી લઇને ૨૮ જૂન સુધી લંબાવવામાં આવશે.


ટ્રેન નંબર ૦૯૫૨૩માં ટિકિટોનું બુકિંગ ૧૮ મેથી પીઆરએસ ઓફિસ અને આઇઆરસીટીસી વેબસાઇટ પર શ‚ થશે. ટ્રેનના સંચાલનના સમય, સ્ટોપેજ અને સ્ટ્રકચર સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો ૂૂૂ.યક્ષિીશિુ.શક્ષમશફક્ષફિશહ.લજ્ઞદ.શક્ષની મુલાકાત લઇ શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application