કેશોદ, માણાવદર, વંથલીમાં સવારે ચાર કલાકમાં ચાર ઈંચ વરસાદ

  • July 20, 2023 02:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


માંગરોળ, મેંદરડા, ઉપલેટા, માળિયાહાટીના પંથકમાં એકથી સવા બે ઈંચ સાથે ૨૧ તાલુકાઓમાં મેઘવર્ષા ચાલુ થઈ ગઈ: આજે સવારે પૂરા થતાં ૨૪ કલાક દરમિયાન માંગરોળ ૧૪, માળિયાહાટીના ૯, જામજોધપુર, કુતિયાણા, કાલાવડ, વલ્લભીપુરમાં છથી આઠ ઈંચ વરસાદ સહિત ૭૨ તાલુકામાં મેઘરાજાની મહેર




હવામાન ખાતાની આગાહી બે દિવસથી શ થયેલી ભારેથી અતિ ભારે મેઘવર્ષા આજે ત્રીજા દિવસે પણ ચાલુ રહ્યું છે જેમાં આજે સવારે બે કલાકમાં માણાવદર પંથકમાં સાડા ત્રણ ઈંચ, વંથલી ત્રણ અને માંગરોળ પંથકમાં વધુ સવા બે ઈંચ વરસાદ પડી જવા પામ્યો છે. આ ઉપરાંત મેંદરડા, માળીયાહાટીના, ઉપલેટા પંથકમાં એકથી દોઢ ઈંચ સહિત ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, પોરબંદર, ભાવનગર, અમરેલી સહિતના જિલ્લાઓમાં હળવાથી ભારે ઝાપટા પડવા આજે સવારથી જ ચાલુ થઈ ગયા છે. દરમિયાન આજે સવારે પૂરા થતા ૨૪ કલાક સુધીમાં જૂનાગઢના માંગરોળ પંથકમાં ૧૪, માળીયાહાટીનામાં ૯, જામજોધપુર ૮, કુતિયાણા સાડા સાત ઈંચ, કેશોદ, જુનાગઢ કાલાવડ લાલપુરમાં પાંચથી સાત ઈંચ વરસાદ નોંધાયો છે. એકંદરે સૌરાષ્ટ્ર્ર કચ્છના ૭૨ તાલુકામાં હળવા ભારે ઝાપટાથી માંડીને ધોધમાર વરસાદ વરસી જવા પામ્યો છે.





ચાલુ સીઝન ત્રીજા તબક્કાની મેઘસવારીમાં વણદેવ મન મૂકીને હેત વરસાવી રહ્યા છે. જેમાં આજે ત્રીજા દિવસે સવારે પ્રથમ બે કલાકમાં જ જૂનાગઢના માણાવદર અને વંથલી પંથકમાં ત્રણથી સાડા ત્રણ ઈંચ માંગરોળ સવા બે ઈંચ મેંદરડા માળીયાહાટીના જુનાગઢ કેશોદ પંથકમાં પોણોથી દોઢ ઈંચ વરસાદ વરસી ગયો છે યારે રાજકોટના ઉપલેટામાં દોઢ ઈંચ અને ગોંડલમાં ઝાપટા વરસતા રહ્યા છે, ગીર સોમનાથના ઉનામાં પણ આજે સવારે એક એક ઈંચ જેટલો વરસાદ વરસી ગયો છે. સુરેન્દ્રનગરના થાન અને મુડી પંથકમાં ઝાપટા થી માંડીને અડધો ઈંચ આ ઉપરાંત કલ્યાણપુર કુતિયાણા રાણાવાવ પોરબંદર ભાવનગર મહત્પવા અને જાફરાબાદ પંથકમાં પણ આજ સવારથી જ વરસાદના પગરણ થઈ ગયા છે.





આજે સવારે પૂરા થતા ૨૪ કલાક દરમિયાન ૭૨ તાલુકામાં નોંધાયેલા વરસાદના આંકડા મુજબ જૂનાગઢ જિલ્લામાં માંગરોળમાં ૧૪ ઈંચ, માળિયા હાટીના ૯, કેશોદ,જૂનાગઢ, માણાવદરમાં સાડા પાંચ થી સાત ઈંચ યારે વંથલી વિસાવદર ભેસાણ અને મેંદરડા પંથકમાં બે થી ચાર ઈંચ વરસાદ નોંધાયો છે.





જામનગર જિલ્લામાં જામજોધપુર પંથકમાં આઠ ઈંચ ઉપરાંત કાલાવડ લાલપુર જામનગરમાં ચાર થી છ ઈંચ અને જોડીયામાં અડધો ઈંચ વરસાદ નોંધાયો છે. પોરબંદરના કુતિયાણામાં સાડા સાત રાણાવા બે અને પોરબંદરમાં  વનગરમાં ચાર ઉમરાળા સાડાત્રણ, સિહોર, ઘોઘા, ગારીયાધાર, પાલીતાણા, તળાજામાં એક થી અઢી ઈંચ વરસાદ નોંધાયો છે.




રાજકોટ જિલ્લામાં ધોરાજી અને ઉપલેટામાં પાંચ ઈંચ ઉપરાંત જેતપુર ચાર ઈંચ લોધિકા, જામકંડોરણા, પડધરી, વીંછિયા તાલુકામાં એક થી બે ઈંચ કોટડા સાંગાણી, રાજકોટ શહેર અને જસદણ પંથકમાં ઝાપટાથી માંડીને પોણો ઈંચ વરસાદ નોંધાયો છે. ગીર સોમનાથના વેરાવળમાં આજે સવારે પૂરા થતા ૨૪ કલાક દરમિયાન પાંચ ઈંચ, સુત્રાપાડામાં ત્રણ ઈંચ, કોડીનાર, તાલાલામાં એક એક ઈંચ અને ઉનામાં અડધો ઈંચ વરસાદ નોંધાયો હતો. અમરેલીના વડીયા બે ઈંચ યારે બાબરા, જાફરાબાદ, અમરેલી શહેરમાં એક ઈંચ ખાંભા, સાવરકુંડલા, લાઠી, રાજુલા તાલુકામાં ઝાપટા થી માંડીને અડધો ઈંચ, સુરેન્દ્રનગરના સાયલા પંથકમાં એક થી દોઢ ઈંચ યારે વઢવાણ, ચોટીલા, લીંબડી, દસાડા પંથકમાં જાફરા થી માંડીને અડધો ઈંચ વરસાદ પડી જવા પામ્યો છે. દેવભૂમિ દ્રારકા, ભાણવડ, કલ્યાણપુર, ખંભાળિયા પંથકમાં ઝાપટાથી માંડીને દોઢ ઈંચ, બોટાદમાં દોઢ ઈંચ મોરબી જિલ્લામાં ઝાપટાથી માંડીને અડધો ઈંચ અને કચ્છમાં એકમાત્ર ભચાઉ ખાતે ઝાપટા પડા છે. બાકીનું કચ્છ કોં રહ્યું છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application