કેશોદની ખાનગી કોલેજમાં બોર્ડની પરીક્ષામાં ચાર ડમી પરીક્ષાર્થીઓ ઝડપાયા

  • April 18, 2023 01:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કેશોદમાં આવેલી એક ખાનગી કોલેજમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગની પરીક્ષાનું સોશિયલ સાયન્સનું પેપર લેવામાં આવી રહ્યું હતું. તેવા સમયે અચાનક બપોરે ગાંધીનગરથી આવેલી સ્પેશિયલ સ્કોર્ડની ટીમે ચેકિંગ કરતા ૪ ડમી પરીક્ષાર્થીઓ ઝડપાતા ચકચાર જાગી છે.


ગાંધીનગરની સ્પેશિયલ ચેકિંગ સ્કોર્ડના ઓબ્ઝર્વર સંજય સાંગાણી અને મદરૂમ ગુરજરએ જણાવ્યું કે, સવારે તેમને કેશોદની પટેલ વિદ્યા મંદિર સાયન્સ કોલેજમાં ચેકિંગ કરવાના ઓર્ડર મળ્યા હતા, જેને લઈને ચાર અધિકારી સાથે તેમની ટીમ સ્થળ પર પહોંચી હતી, અને કોલેજમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ પરીક્ષામાં કુલ ૮૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા. ત્યારે સોગ્યલ સાયન્સનું પેપર હતું. તે દરમિયાન ઓબ્ઝર્વર સંજય સાંગાણી અને મહુરમ ગુજર દ્વારા પરીક્ષામાં ચેકિંગ હાથ ધરાતા ૮૦ વિદ્યાર્થીઓમાંથી ચાર વિદ્યાર્થીઓ ડમી વિદ્યાર્થીઓ તરીકે પરીક્ષા આપતા ઝડપાયા હતા. જે ચાર પૈકી ત્રણ છોકરા હતા અને એક છોકરી હતી. તેમની સામે કાર્યવાહી કરવા માટે નિયમ મુજબ કેસ કાગળો તૈયાર કરીને સહીઓ લેવામાં આવી રહી હતી. ત્યારે બે ડમી વિદ્યાર્થી ભાગી ગયા હતા. આ અંગેની આગળની કાર્યવાહી બોર્ડ દ્વારા કરવામાં આવશે. જે વિદ્યાર્થીઓ ડમી તરીકે બેઠા હતા તે 
​​​​​​​
ધોરણ.૧૦ની બોર્ડની પરિક્ષા આપી રહ્યા હતા. આ પરિક્ષા નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ઓપન સ્કૂલિંગ જે નેશનલ ઓપન સ્કૂલ દ્વારા લેવામાં આવે છે. અને જે કોલેજ પાસે માન્યતા હોય તે જ કોલેજ આ પરીક્ષા લઈ શકે છે. આ પરીક્ષા આગામી તા.૬ મે સુધી ચાલનાર છે અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે.ઝડપાયેલા વિદ્યાર્થીઓ સામે આગામી દિવસોમાં આકરા પગલા લેવામાં આવે તેવી શક્યતા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application