તુર્કીમાં ભયાનક કાર અકસ્માતમાં ચાર ગુજરાતીઓના મોત, ભણવા માટે ગયા હતા

  • July 05, 2023 09:57 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ચારેય મિત્રો કિરેનિયા નજીક હાઈવે પરથી પસાર થતા હતા. ત્યારે એક પૂરઝડપે આવેલી કાર સામેથી તેમને ભટકાઈ હતી



તુર્કી દેશમાં એક કાર અકસ્માતમાં ચાર ગુજરાતીઓના મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું છે. તુર્કી દેશમાં અભ્યાસ કર્યા બાદ હોટલ મેનેજમેન્ટ કરતી ગુજરાતી યુવતી મિત્રો સાથે ફરવા નીકળી હતી. જ્યાં કિરેનીયા પાસે કારને અકસ્માત સર્જાતા યુવતી સહિત ચારેય ગુજરાતીઓના મોત નિપજ્યા છે. મૃતક ગુજરાતીઓમાં અંજલી મકવાણા, પ્રતાપ ભુવાભાઈ કારાવદરા,જયેશ અગાથ અને પુષ્ટિ હીનાબેન પાઠકનો સમાવેશ થાય છે.




વડગામના ભાંગરોડીયા ગામની યુવતી સહિત ચાર ગુજરાતી યંગસ્ટર્સ છે.તુર્કીમાં BSC MLTનો અભ્યાસ કર્યા બાદ હોટલ મેનેજમેન્ટ કરતી ભાંગરોડીયાની અંજલી મકવાણાનું મોત નિપજતાં પરિવારમાં માતમ છવાયો છે. અંજલી મકવાણા,પ્રતાપભાઈ કારાવદરા, જયેશ અગાથ અને પુષ્ટિ પાઠક નામના 4 ગુજરાતીઓના મોત થયા છે.




પ્રાપ્ત માહિતી અનુસાર, વડગામ તાલુકાના ભોગરોડિયા ગામની 21 વર્ષીય યુવતી અંજલી મકવાણા છેલ્લાં એક વર્ષથી તુર્કીમાં અભ્યાસ અર્થે રહેતી હતી. તે તુર્કીમાં હોટલ મેનેજમેન્ટનો અભ્યાસ કરતી હતી. ગત રોજ રજાનો દિવસ હોવાથી તે તેના અન્ય ગુજરાતી મિત્ર સાથે કાર લઈને ફરવા નીકળી હતી. ચારેય મિત્રો અંજલી, પ્રતાપ, જયેશ અને પુષ્ટિ કારમાં સવાર હતા ત્યારે તેઓ કિરેનિયા નજીક હાઈવે પરથી પસાર થતા હતા. ત્યારે એક પૂરઝડપે આવેલી કાર સામેથી તેમને ભટકાઈ હતી. જેમાં ચારેય મિત્રોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા.



સંતાનોના મોતના ખબર મળતા જ ચારેયના પરિવારજનોમાં શોકનુ મોજુ ફરી વળ્યું છે. હાલ તેમના પરિવારજનો તેમના વ્હાલસોયાના મૃતદેહો પાછા જલ્દી મળે તેવી આશાએ બેસ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application