માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ કર્યા હતા સવાલ, ગુજરાત સરકારે વિગતવાર આપ્યો જવાબ ; સુરક્ષાના બહારના હેઠળ કેટલાક જવાબ ન અપાયા
હાલમાં જ ગુજરાત સરકારના હેલિકોપ્ટર અને પાયલોટના મુદ્દે વિવાદ સામે આવ્યો હતો. સૂત્રો મુજબ કેટલીય વાર મુખ્યમંત્રી અને રાજ્યપાલને સમયસર હેલિકોપ્ટર સેવા ન મળી શકતા તેમને કાર દ્વારા મુસાફરી કરવાની ફરજ પડી છે. ત્યારે ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોતરી કાળ દરમિયાન રાજ્ય સરકારના સરકારી માલિકીના પ્લેન અને હેલિકોપ્ટરના મેન્ટેનન્સ તેમજ પાયલોટ પાછળ છેલ્લા બે વર્ષમાં કેટલો ખર્ચો થયો તેવો વિપક્ષે સવાલ ઉઠાવ્યો હતો, જેનો હવે લેખિતમાં જવાબ આપવામાં આવ્યો છે. રાજ્ય સરકારે પ્લેન અને હેલિકોપ્ટરના મેઈન્ટેનેન્સ, ફ્યુઅલ, પાર્કિંગ, ભાડું, પાઈલોટ અને અન્ય સ્ટાફ માટે છેલ્લા બે વર્ષમાં ૫૮.૫૧ કરોડ રૂપિયા ખર્ચ કર્યો હોવાનું જણાવ્યું હતું. દસ વર્ષ જુના હેલિકોપ્ટર અને પાયલોટના પ્રશ્નો હોવા છતાંય સરકારે પ્લેન-હેલિકોપ્ટરની સારસંભાળ પાછળ ખર્ચ કરવામાં જરાય કસર છોડી નથી.
પ્રાથમિક વિગતો મુજબ માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ સરકારને સવાલ કર્યા હતા કે, ૩૧ ડિસેમ્બર ૨૦૨૩ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં સરકારની માલિકીના પ્લેન અને હેલિકોપ્ટરના મેઇન્ટેનેન્સ, પાર્કિંગ, ભાડું, ફ્યૂઅલ, પાઈલોટ અને અન્ય સ્ટાફ માટે કેટલો ખર્ચો કરવામાં આવ્યો ?, આ પ્લેન અને હેલિકોપ્ટરનું મેઈન્ટેનેન્સ ક્યાં અને કોના દ્વારા કરવામાં આવે છે ? તેમજ આ ખર્ચો બજેટના કયા વિભાગ હેઠળ ઉધારવામાં આવે છે ? ઉપરાંત ૨૬ ઓગસ્ટ ૨૦૧૯ના રોજ રાજ્ય સરકારે નવું વિમાન ખરીદવાની મંજૂરી આપી હતી, આ વિમાન સરકારને ક્યારે મળ્યું ? તેના માટે કંપનીને કેટલી રકમ ચૂકવવામાં આવી અને કઈ એજન્સીને ચૂકવવામાં આવી ? રાજ્ય સરકારે તેમના આ સવાલનો જવાબ લેખિતમાં આપ્યા છે.
ગુજરાત સરકારે માહિતી આપતા જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૯માં રૂા.૧૯૭ કરોડના ખર્ચે બોમ્બાર્ડિયર ચેલેન્જર-૬૦૪ પ્લેનની ખરીદી કરી હતી. સરકારે જ ગૃહમાં માહિતી આપી છે કે, વર્ષ ૨૦૨૨માં આ પ્લેનના સાર સંભાળ પાછળ રૂા. ૧,૮૧,૧૩,૦૯૯ અને વર્ષ ૨૦૨૩માં ૯૮,૫૨,૭૨૬ ખર્ચાયા હતાં જયારે વર્ષ ૨૦૨૨માં અન્ય ખર્ચ પેટે રૂા. ૮,૯૪,૮૬,૦૬૭ અને વર્ષ ૨૦૨૩માં રૂા. ૭,૩૧,૬૩,૬૭૪ નો ખર્ચ કરાયો હતો. સરકારની માલિકીના પ્લેનની સંભાળ માટે બે વર્ષમાં કુલ મળીને રૂા.૧૯.૦૬ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી અને રાજ્યપાલ આ પ્લેનમાં પ્રવાસ કરે છે જો કે ગુજરાતમાં બધાય સ્થળોએ એર સ્ટ્રીપ નથી પરિણામે દરેક જગ્યાએ પ્લેન લઇ જઇ શકાતુ નથી. આ કારણોસર હેલિકોપ્ટરનો વપરાશ વધુ છે.
પોતાના જવાબમાં ગુજરાત સરકારે એ વાતનો ખુલાસો પણ કર્યો છે કે, સરકારની માલિકીના પ્લેન-હેલિકોપ્ટરની સંભાળ,પાયલોટ-સ્ટાફનો પગાર, એરપોર્ટ પર પાર્કિંગભાડુ અને ફયુઅલ પાછળ બે વર્ષમાં કુલ મળીને રૂા. ૫૮,૫૧,૨૦,૫૦૪નો ખર્ચ કરવામાં આવ્યો હતો. જો કે મહત્વની વાત એ છે કે, ધારાસભ્ય અરવિંદ લાડાણીએ એ પણ પ્રશ્ન પૂછ્યો હતો કે, કઇ એજન્સીને પ્લેન-હેલિકોપ્ટરની સંભાળ માટે નાણાં ચૂકવાયા છે તો સરકારે સુરક્ષાના બહારના હેઠળ જવાબ આપવાનુ ટાળ્યુ છે.
સરકારે વધુમાં કહ્યું હતું કે, નવું વિમાન સરકારને ૨૧ નવેમ્બર ૨૦૧૯ના રોજ મળ્યું હતું. તેના માટે રૂા. ૧૯૭,૯૦ કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યાં છે. જેમાં ખર્ચની વાત કરીએ તો એક જાન્યુઆરી ૨૦૨૨થી ૩૧ ડિસેમ્બર ૨૦૨૨ સુધી મેઈન્ટેનેન્સ પેટે રૂા.૧,૮૧,૧૩, ૯૯ અને ઓપરેશન પેટે રૂા. ૮,૯૪,૮૬,૬૭ ખર્ચ કરવામાં આવ્યો છે. જ્યારે એક જાન્યુઆરી ૨૦૨૩થી ૩૧ ડિસેમ્બર ૨૦૨૩ સુધીમાં મેઈન્ટેનેન્સ પેટે રૂા. ૯૮, ૫૨, ૭૨૬ અને ઓપરેશન પેટે રૂા. ૭,૩૧,૬૩,૬૭૪ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCM યોગી અને તમામ મંત્રીઓએ કુંભમાં ડૂબકી લગાવી, ગંગા પૂજા કરી; કેબિનેટમાં લેવાયા મોટા નિર્ણયો
January 22, 2025 03:10 PMવનતારામાં લોગિંગ ઇન્ડસ્ટ્રીમાંથી બચાવેલા ૨૦ હાથીઓને કાયમી ઘર મળશે
January 22, 2025 03:10 PMકોલ્ડપ્લેનો ક્રેઝ: મુંબઈથી અમદાવાદ પહોંચવા ફલાઈટ ટિકિટના રૂા.૨૨૦૦૦
January 22, 2025 03:08 PMUPSCએ સિવિલ સર્વિસીસ પરીક્ષાનું નોટિફિકેશન બહાર પાડ્યું, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ અને પ્રક્રિયા
January 22, 2025 03:07 PMએઆઈની મદદથી રેલવે ટિકિટ બુકિંગની કાળાબજારી રોકી શકાશે
January 22, 2025 03:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech