ભાણવડ નજીક ગુલાબ સાગર નાની સિંચાઈ યોજના માટે રૂ. ૩.૮૫ કરોડ મંજૂર

  • August 21, 2023 12:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના મોડપર ગામે આવેલી ગુલાબસાગર નાની સિંચાઇ યોજના રાજાશાહી સમયની યોજના છે. જેના અંતર્ગત બંને વેસ્ટ વિયર અને પિક અપ વિયરનું ઘણા લાંબા સમયથી મરામત કામ થયેલું ન હોવાથી તે જર્જરિત હાલતમાં હતી. 


દેવભૂમિ દ્વારકા પંચાયત સિંચાઇ વિભાગ દ્વારા ગુલાબસાગર નાની સિંચાઇ યોજનાનો વિગતવાર સરવે કરાવીને મરામત તથા મજબૂતીકરણનું અંદાજપત્રક તૈયાર કરવામાં આવ્યું હતું. આ મુદ્દે ખંભાળિયા-ભાણવડ વિસ્તારના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા દ્વારા કરવામાં આવેલી રજુઆત તથા આ તમામ કામગીરીની અંદાજિત રકમ રૂ. ૩૮૪.૮૬ લાખના અંદાજપત્રને સરકાર દ્વારા શનિવારે સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. જેને જરૂરી વિવિધ મંજૂરી મેળવી, ટેન્ડર પ્રક્રિયા દ્વારા આગામી સમયમાં આગળની કામગીરી કરાવવામાં આવનાર છે. 


આ યોજનાની કુલ જળ સંગ્રહ ક્ષમતા ૬૧.૩૦ એમ.સી.એફ.ટી. જેટલી છે. આ કામગીરી પુર્ણ થયેથી પાણીનું લીકેજ થતું અટકાવી શકાશે અને લાંબા સમય સુધી સંગ્રહ થઈ શકશે. જેનાથી આશરે ૧૫૦૦ એકર જમીનને સિંચાઇનો સીધો લાભ મળશે. 
કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાની આ રજૂઆતને સફળતાથી અનેક ખેડૂતોને રાહત સાથે ફાયદો થશે. વધુમાં, ગુલાબસાગર નાની સિંચાઇ યોજના વન વિસ્તારમાં આવેલી હોવાથી વન્ય પ્રાણીઓ અને પક્ષીઓને ઉનાળાના સમયગાળામાં પીવાનું પાણી મળશે, જેથી વન્ય જીવ સૃષ્ટિ પણ મહદઅંશે લાભદાયી થશે.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application