જામ્યુકો દ્વારા બેકરી-પીઝા પાર્લર પર ફૂડ શાખાના દરોડા

  • February 14, 2023 07:11 PM 

જામનગર મહાનગરપાલિકાના કમિશનર વિજયકુમાર ખરાડીની સુચના હેઠળ અલગ-અલગ વિસ્તારમાં આવેલ બેકરી/પીઝ્ઝા ઝોન/મીઠાઇ-ફરસાણ તથા આઈસ ફેક્ટરી ના  વિક્રેતા  ઓને મહાનગરપાલિકાના એફ.એસ.ઓ. એ રૂબરૂ ઇન્શપેક્સન દરમિયાન સાફ સફાઈ અને સ્વછતા જાળવવી, હાઇજેનિક કંડીશન મેન્ટેન કરવી,ખાદ્ય પદાર્થ ઢાંકી ને રાખવા,વાસી ખોરાક ન રાખવો,તેમજ ફ્રીઝ ની હાઇજેનિક કંડીશન મેન્ટેન કરવી, પાણી માં કલોરીનેશન કરવા અંગે તાકીદ કરવામાં આવ્યા હતા જયારે ૧૬ કીલો અખાધ પદાર્થ નાશ કરાયો હતો.


બુરહાનપુર માવા જલેબી પાંચહાટડી, વોટ ધ ફ્રીઝ પટેલ કોલોની, સતનામ પાર્સલ પોઈન્ટ, વુડી ઝોન્સ પીઝ્ઝા, પોમોથસ પીઝ્ઝા, ડોમિનોઝ પીઝ્ઝા, રેસ્ટોરન્ટ, પીઝ્ઝા વન, કભીભી બેકરી, રંગોલી આઈસ્ક્રીમ, સની પાજી દા ધાબા, ભુલચંદ આઈસ ફેક્ટરી એમ.પી.શાહ ઉધોગનગર, અશોક આઈસ ફેક્ટરી, બજરંગ ઢોસા પટેલ કોલોની, અમુલ પાઉંભાજી, પાંડેજી પાર્સલ પોઈન્ટ, પીઝ્ઝા હટ, લાપીનોઝ પીઝ્ઝા, સેમથસ પીઝ્ઝા, વલિયમ્સ ઝોન સુપર લેટીવ પીઝ્ઝા અંબર સિનેમા રોડ, પીઝ્ઝા ઢોસા હાઉસ ધનવંતરી મેદાન સામે. તેમજ પટેલ કોલોની વિસ્તાર માં આવેલ સની પાજી દા ધાબા(રેસ્ટોરન્ટ) માં જામનગર મહાનગરપાલિકાના એફ.એસ.ઓ.દ્વારા રૂબરૂ ઇન્સ્પેક્સન દરમિયાન ૧૬ કિલો જેટલો વાસી ખાદ્ય પદાર્થ જણાતા સ્થળ પર નાશ કરાવેલ છે.તેમજ સાફ-સફાઈ અને સ્વચ્છતા જાળવવા, પેસ્ટ કંટ્રોલ કરાવી સર્ટીફિકેટ મેઇન્ટેઇન કરવા અંગે તાકીદ કરવામાં આવ્યા હતા.


તેમજ પટેલ કોલોની વિસ્તારમાં આવેલ પીઝ્ઝામાંથી ૨૦૦ ગ્રામ સબ્જી, લાપીનોઝ પીઝ્ઝા માંથી ૫૦૦ ગ્રામ પાસ્તા અને ૨૦૦ ગ્રામ નૂડલ્સ , પીઝ્ઝા હટ માંથી ૫ બ્રેડ રોટલા વગેરે અનહાઇજેનિક કંડીશન અને વાસી જણાતા સ્થળ પર નાશ કરાવેલ. તેમજ ઓનલાઈન તેમજ ઓફલાઇન આવેલ ફરીયાદનો તાત્કાલિક ધોરણે નિકાલ કરવાની કામગીરી કરી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application