2-3 માર્ચે ફલાઇટ ઇન્સ્પેકશન યુનિટ હીરાસરમાં: આઈ એલ એસનું કેલિબ્રેશન

  • February 24, 2023 11:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



રાજકોટમાંથી હીરાસર માટે નિયુક્ત થઈ તાલીમ મેળવેલા એ ટી સી ના અધિકારીઓ કરશે ખાસ ફલાઈટનું લેન્ડિંગ:ખાસ વિમાન દ્વારા થશે કેલિબ્રેશન



રાજકોટમાં આકાર લઈ રહેલા આંતરરાષ્ટ્રીય હીરાસર એરપોર્ટમાં માર્ચના પ્રથમ સપ્તાહમાં કેલિબ્રેશન ફ્લાઇટનું લેન્ડિંગ કરાશે. જેના માટે ફ્લાઈટ ઇન્સ્પેક્શન યુનિટ ની ટીમ આઈ.એલ.એસ સિસ્ટમ ને કાર્યરત કરી નિરીક્ષણ કર્યા બાદ સર્ટિફિકેટ ની પ્રક્રિયા હાથ ધરાશે અને આ તમામ કામગીરી પૂર્ણ થયા બાદ ડીજીસીએ ના લાયસન્સ માટેની કાર્યવાહી આગળ હાથ ધરાશે.


એરપોર્ટ ના સૂત્રોમાંથી મળતી વિગતો અનુસાર મે મહિનાની શરૂઆતમાં જ હિરાસર એરપોર્ટ શરૂ કરી દેવાની ગતિવિધિઓ ચાલી રહી છે. સંભવતઃ 1 મે એટલે કે ગુજરાત સ્થાપના દિવસએ સૌરાષ્ટ્રવાસીઓને આ નવા હીરાસર એરપોર્ટની ભેટ મળે તેવી સંભાવનાઓ પ્રબળ બની રહી છે. હીરાસર અને એરપોર્ટ ઓથોરિટીની ટીમ દ્વારા સતત સંકલન સાધીને ટેકનિકલ કામગીરી પૂર્ણ કરવા માટે રાત દિવસ મહેનત કરી રહી છે.


ફેબ્રુઆરી મહિનાથી કેલિબ્રેશન ની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે જેમાં પ્રથમ ફેસમાં ડી વી ઓ આર સિસ્ટમને કાર્યરત કરી દેવાય છે. હવે બીજી અને ત્રીજી માર્ચ દરમિયાન કેલીબ્રેશન ફ્લાઇટ દ્વારા આઈએલએસ સિસ્ટમ અર્થાત ઇન્સ્ટ્રુમેન્ટ સીસ્ટમ સિસ્ટમ જે એક પ્રકારની લેન્ડિંગ હેલ્પ છે. જેનો ઉપયોગ ફ્લાઈટ ના લેન્ડિંગ સમયે કરવામાં આવે છે જ્યારે વિઝિબિલિટી 0 હોય ત્યારે આ સિસ્ટમ પાયલોટ માટે ખૂબ જ ઉપયોગી બનતી હોય છે. માર્ચ મહિનાના પ્રથમ સપ્તાહમાં ઓથોરિટીના ખાસ પ્લેન દ્વારા આ સિસ્ટમને એક્ટિવેટ કરવામાં આવશે.


જેના માટે હીરાસર એ ટી સી ની ટીમ ને અમદાવાદ ખાતે તાલીમ આપવામાં આવી રહી છે આ દરમિયાન આ તાલીમ પણ પૂર્ણ થઇ જશે અને ટ્રેનિંગ માં ગયેલી રાજકોટની એટીસી ની ટીમ કેલિબ્રેશન ફ્લાઇટને લઈને આવશે. એરપોર્ટ ઓથોરિટી માં મળતી વિગતો અનુસાર આ પ્લેન પણ કોસ્ટ ગાર્ડના પ્લેનની જેવું હોય છે જે ખાસ ટેક્નિકલ ઇકવીમેન્ટ ની સુવિધાથી સજ્જ હોય છે.જેને વી ટી એફ આઈ યુ પ્લેન કહેવાય છે અને આ પ્લેન ઓથોરિટી દ્વારા ખાસ બનાવાયું હોય છે.


ILS એટલે ઇન્સ્ટ્રુમેન્ટ લેન્ડિંગ સિસ્ટમ એટલે શું?


એક માનક આંતરરાષ્ટ્રીય સિવિલ એવિએશન ઓર્ગેનાઇઝેશન (ICAO) લેન્ડિંગ માટે સહાયરૂપ બને છે, જેનો ઉપયોગ સામાન્ય અથવા પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિઓમાં રન-વે પર ઉતરાણ માટે વિમાનના માર્ગદર્શન માટે સચોટ ડિસન્ટ ગાઇડન્સ સિગ્નલ પૂરા પાડવામાં આવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application