જાપાનમાં અહિંસાનો ઝંડો લહેરાયો, PM મોદીએ હિરોશિમામાં મહાત્મા ગાંધીની પ્રતિમાનું કર્યું અનાવરણ

  • May 20, 2023 10:05 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

PM મોદી G7ની બેઠકમાં ભાગ લેવા માટે જાપાનના હિરોશીમામાં પહોચ્યા છે.જ્યાં ભારતીય લોકોને મળ્યા હતા.તેમજ મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કરવાનો લ્હાવો પણ લીધો હતો. મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કર્યું, વિશ્વને શાંતિનો સંદેશ આપ્યો છે. PM મોદીએ કહ્યું કે જો આપણે બાપુએ બતાવેલા માર્ગ પર ચાલી શકીએ તો તે તેમના માટે મોટી શ્રદ્ધાંજલિ હશે.


વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાર્ષિક G-7 સમિટમાં ભાગ લેવા જાપાનના હિરોશિમાની મુલાકાતે છે. પીએમ મોદી જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદાના આમંત્રણ પર હિરોશિમા ગયા છે. G7 બેઠકમાં ભાગ લેતા પહેલા તેઓ અહીં ફૂમીયો કીશિદાને મળ્યા હતા અને મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. આ દરમિયાન તેમણે વિશ્વને શાંતિનો સંદેશ પણ આપ્યો હતો.


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હિરોશિમામાં મહાત્મા ગાંધીની પ્રતિમા સ્થાપિત કરવા અને અનાવરણ કરવાની તક આપવા બદલ જાપાન સરકારનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે આપણે સૌએ મહાત્મા ગાંધીના આદર્શોને અનુસરીને વિશ્વ કલ્યાણના માર્ગ પર ચાલવું જોઈએ. આ જ મહાત્મા ગાંધીને સાચી શ્રદ્ધાંજલિ હશે.


પીએમ મોદીએ વધુમાં કહ્યું કે હિરોશિમામાં મહાત્મા ગાંધીની પ્રતિમા અહિંસાના વિચારને આગળ વધારશે. તેમના માટે આ જાણવું ખૂબ જ મોટી ક્ષણ છે કે તેમણે જાપાનના પીએમને ભેટમાં આપેલું બોધિ વૃક્ષ અહીં હિરોશિમામાં વાવવામાં આવ્યું છે, જેથી લોકો અહીં આવીને શાંતિનું મહત્વ સમજી શકે.


મોદીએ કહ્યું કે આજે પણ હિરોશિમાનું નામ સાંભળીને દુનિયા ધ્રૂજી જાય છે. G7 સમિટની આ મુલાકાતમાં તેમને સૌપ્રથમ આદરણીય મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કરવાનો લહાવો મળ્યો હતો. આજે વિશ્વ આબોહવા પરિવર્તન અને આતંકવાદની લડાઈ લડી રહ્યું છે. ક્લાઈમેટ ચેન્જ સામેની લડાઈ જીતવાનો શ્રેષ્ઠ માર્ગ પૂજ્ય બાપુનો આદર્શ છે. તેમની જીવનશૈલી પ્રકૃતિ પ્રત્યે આદર, સમન્વય અને સમર્પણનું ઉત્તમ ઉદાહરણ છે. મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કર્યા બાદ તેઓ ભારતીય સમુદાયના લોકોને પણ મળ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application