યાત્રાધામ ચોટીલામાંથી કૂટણખાનું ઝડપાયું દેહ વ્યાપાર કરાવનાર સહિત પાંચ ઝબ્બે

  • May 23, 2023 01:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

યાત્રાધામ ચોટીલાને લાંછન લગાવતી અનેક વખત ઘટનાઓ સામે આવી રહી છે રવીવારનાં રોજ તાલુકાની મુખ્ય ગણાતી પ્રાત કચેરી સામેનાં કોમ્પલેક્ષનાં રૂમમાં ચાલતુ કુટણખાનું ઝડપાતા ચકચાર મચેલ છે અનેક પ્રકારની બંદીઓ ચોટીલા પંથકમાં ફુલીફાલી છે રાજ્યનાં ગૃહ મંત્રી દ્વારા પવિત્ર અને પાવન યાત્રાધામની ગરિમા ને કલંકિત કરનારા અસામાજીક તત્વો સામે એક ઝૂંબેશ હાથ ધરવામાં આવે તેવું લોકો ઇચ્છી રહ્યા છે


સુરેન્દ્રનગર જીલ્લામા  હોટલો, ગેસ્ટ હાઉસો અને કોમ્પલેક્ષોના રૂમોમાં અસામાજીક તત્વોનાં નેટવર્ક દ્વારા દેહ વ્યાપાર અને ઐયાશીનો અડ્ડો બની ગયેલ હોવાની ઉઠેલ બૂમરેણ રેન્જ આઇ જી અશોકકુમાર યાદવ સુધી પહોચતા તેઓએ જીલ્લા એસ.પી હરેશકુમાર દુધાતને કડક હાથે કાર્યવાહી અને બદી નેસ્તનાબૂદ કરવા અંગે સુચના અને માર્ગદર્શન આપતા જીલ્લા એલસીબી અને પેરોલ ફર્લો સ્કવોડ દ્વારા ચોટીલામાં બહારથી રૂપલલનાઓ લાવી દેહ વ્યાપરનો ચાલતો અડ્ડો પકડી પાડવામા આવેલ છે


પોલીસ મથકે થી પ્રાપ્ત માહિતી મુજબ જીલ્લા ની ખાસ બ્રાન્ચો દ્વારા પેટ્રોલીંગ ગોઠવી સચોટ હકિકત મેળવેલ હતી કે ચોટીલા હાઇવે ઉપર હીરો શો રૂમની ઉપરની ઉપરના માળે આવેલ ૬ રૂમ વાળી જગ્યામાં પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ અને કહેવાતા ભાજપના અગ્રણી જીવણ નાગજીભાઈ મકવાણા પાસેથી દેહવ્યાપાર કરવાનું જણાવી માસિક રૂ. ૮૦ હજારના ભાડાથી ગાવાસ્કાર ઉર્ફે દર્શન ઉર્ફે ચંદ્રમૌલી અનિલભાઈ રોજાસરા રે. ઋદ્રભુમી સોસાયટી થાનરોડ અને ભરત ઉકાભાઇ શેખ રે. ઋદ્રભુમી સોસાયટી વાળાએ ભાડે રાખેલ બંન્ને આરોપીઓએ પોતાના અંગત ફાયદા માટે બહારથી લલનાઓ બોલાવી મહિલાઓ પાસેથી દેહવ્યાપાર કરાવી આવનાર ગ્રાહકો પાસેથી રૂપિયા લઈ શરીર સૂખ માણવાની સવલત પુરી પાડી મહિલાઓને કમાણીનું સાધન બનાવી દેહ વ્યાપારનો ધંધો ચલાવેલ તેમજ કુઢડાના મહેશભાઇ ભુપતભાઇ ખાચર તેના સંપર્ક વાળા ગ્રાહકોને શરીર સુખ માણવા લાવી ગ્રાહકદિઠ કમિશન મળેવે છે
હકિકતના આધારે જુદી જુદી ટીમો બનાવી પીઆઈ વી. વી ત્રિવેદી, મહિલા પીએસઆઇ સી. એ. એરવાડીયા સહિતનાં સ્ટાફની ટીમે કોમ્પલેક્ષનાં ઉપલા માળે દરોડો પાડી ચલાવનારા અને કમિશન એજન્ટ સાથે લલનાઓ સાથે કઢંગી હાલતમાં નિમીષ કિશોરભાઈ મજીઠીયા અને રાહુલ પ્રેમજીભાઇ વાઘેલા રે. બંન્ને શાસ્ત્રીનગર વાળા સહિત પાચ આરોપીઓ અને પાચ રૂપલલનાઓને પકડી પાડેલ હતી


તેમજ કુટણખાનાના અડ્ડા અને આરોપીઓ પાસેથી રૂ. ૨૫.૦૧૦ રોકડા, એક બુલેટ, એક સ્પેલન્ડર બાઇક, એક ડસ્ટર કાર અને ૭૭ કોન્ડંમ સહિત કુલ રૂ. ૪.૩૫.૦૧૦ નો મુદ્દામાલ સાથે વાપી, સુરત, કોલકાતાની પાચ લલનાઓ ને પણ પકડી પાડેલ છે. તમામ વિરૂધ્ધ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે. ચોટીલા પંથકમાં, છેલ્લા કેટલાક સમયની હત્યા, મારામારી, દારૂ, જુગાર, કેમિકલ, ખનીજ ચોરી, દેહવ્યાપાર વિગેરે જેવી અનેક પ્રકારની બદીઓ બહાર આવેલ છે રાજકોટ રેન્જ આઇજી દ્વારા આવી બદીઓને ચલાવનારા તત્વો સામે પોલીસે સઘન અને કડક કાર્યવાહી કરવાની જરૂરીયાત ઉદભવી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application