ઉનાના ગાંગડા ગામે જુગાર રમતા પાંચ જુગારીઓ ઝડપાયા

  • December 05, 2023 11:54 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઉનાના ગાંગડા ગામે આવેલ પ્લોટ વિસ્તારમાં જાહેરમાં રમતા જુગારીઓ પર પોલીસે વોચ ગોઠવી રેઇડ કરતા ૫ શકસોને રોકડ રકમ સો પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હા ધરેલ છે. પોલીસે જુગારીઓ પર રેઇડ કરતા જુગાર રમતા શક્સોમાં ફફડાટ વ્યાપી ગયેલ હતો.
આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ નરેશ ધીરૂ ગોહીલ, જુલેશ કાળુ જેઠવા, મહેશ ડાયા પરમાર, આમીન અલ્લારખા જેઠવા રહે.ગાંગડા, મનુ હામા સાંખટ રહે.ઉટવાળા આ તમામ શખ્શો જુગારના સાહીત્ય રોકડ સહીત કુલ રૂ.૨૩,૯૫૮ ના મુદ્દામાલ સો પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હા ધરેલ છે. ઉના પોલીસની કામગીરીી જાહેરમાં જુગાર રમતા શકસોમાં ફફડાટ વ્યાપી ગયેલ.
ઉના પી.આઈ એન.કે.ગોસ્વામીની સુચના મુજબ સર્વેલન્સ સ્કોર્ડ પોલીસના માણસોની ટીમો બનાવી પ્રોહી-જુગારના ઇસમોને ઝડપી પાડવા જરૂરી સુચના માર્ગદર્શન આપેલ હોય જે સુચના મુજબ સર્વલન્સ સ્કોડના પી.એસ.આઇ. સીબી જાડેજા, ધમેન્દ્રસિંહ પરમાર, ભાવેશભાઇ ખસીયા, પ્રદિપસિંહ રાયજાદા, વિજયભાઇ રામ, નલીનભાઇ સોલંકી, રાહુલભાઇ છેલાણા, કનુભાઇ વાઢેર સહીત ઉના વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન કનુભાઇ નાજાભાઇ વાઢેર, વિજયભાઇ હાજાભાઇ રામનાઓને સંયુક્ત બાતમી આધારે ગાંગડા ગામે પ્લોટ વિસ્તારમાં જાહેરમા રેઇડ કરી હતી. ત્યાં સ્ળ પર પાંચ શખ્સો ગંજીપતાના પૈસા પાના વડે તીનપતી નામનો પૈસાની હારજીતનો જુગાર રમી રમતા પાંચ શક્સોને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી.


ઉનામાંથી ઘોડીપાસાનો જુગાર ઝડપાયો
ઊના શહેરમાં ઘોડી પાસાનો જુગાર રમતો હોવાની બાતમી ગીર સોમના જિલ્લ ાની લોકલ ક્રાઇમ બ્રાન્ચે પોલીસના ઇન્સ્પેકટર એસ.એમ. ઈશરાણી પી.એસ આઈ.વી.કે. ઝાલા પોલીસ હેડ કોન્સ્ટેબલ પ્રવીણભાઈ મોરી, પ્રફુલ ભાઈ વાઢેર, રાજુભાઈ ગઢીયા, જયરાજસિંહ ગોહિલ પોલીસ કોન્સ્ટેબલ સંદીપસિંહ ઝણકાટ વિગેરે એ રેડ કરતા ઘોડી પાસાનો રૂપિયાની હાર જીતનો જુગાર રમતા અલ્તાફ અબ્દુલ રહેમાન સિપાઈ, અયુબ આમદ કુરેશી, અહેમદ હુશેન વાયેદ અલીભાઈ નકવી, રિયાઝ ફારુક ચોહાણ, અબ્બાસ અવેસ અબ્દુલ અઝીઝ જાફર, રજાક મોગલ સંધી રે. ઊના વાળાને રોકડા રૂપિયા ૧૬૪૬૦અને ઘોડી પાસા નગ બે સો પકડી ઊના પોલીસ સ્ટેશને લાવી ગુનો નોંધી ઊના પોલીસને સોંપી દેવામાં આવેલ હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application