રાજકોટ મહાનગરપાલિકાના નવનિયુક્ત પદાધિકારીઓની આજે પહેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠક, 30 કરોડથી વધુના વિકાસના કામોને મંજૂરી

  • September 16, 2023 12:12 PM 


રાજકોટ મહાનગરપાલિકાના નવનિયુક્ત પદાધિકારીઓની આજે પહેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી. બેઠકમાં કુલ 47 દરખાસ્ત રજૂ કરાઈ હતી જેમાંથી 5 દરખાસ્ત પેંડિંગ રાખવામાં આવી છે અને 42 દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે. કુલ 30 કરોડ 71 લાખના વિકાસના કામોને બહાલી આપવામાં આવી છે. આ સાથે પેંડીગ દરખાસ્તની વાત કરીએ તો મોટા મોવાની લાઈન ઓફ પબ્લિક સ્ટ્રીટ, ભયગ્રસ્ત મકાનોનું નિરીક્ષણ માટે એન્જિનયરિંગની નિમણુક અંગેની દરખાસ્ત, લાઈટ હાઉસ ખાતે કોમ્યુનિટી હૉલની ડિપોઝિટ અને ભાડાના દર નિયત કરવા અંગેની દરખાસ્ત, વોર્ડ નં.11 અને વોર્ડ નં.12માં ડ્રેનેજ પાઇપલાઇનની કામગીરી, હાઉસિંગ પ્રોજેક્ટ્સ માટે ઇકોનોમિક સર્વે કરવા એજન્સીની નિમણુક અંગેની દરખાસ્ત પેંડીગ રાખવામાં આવી છે. આ સિવાય તમામ વિકાસના કામોને બહાલી અપાઈ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application