હીરાસર એરપોર્ટ ને 'ફાઇનલ' ટચ;ચેરમેન સંજીવ કુમાર કાલે નિરીક્ષણ કરશે

  • July 20, 2023 05:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજે સાંજની ફ્લાઈટમાં ડી જી સી એ ના બે સિનિયર અધિકારીઓનું ફાઇનલ ઇન્સ્પેક્શન,સુવિધાઓ અને ડોક્યુમેન્ટ ની ચકાસણી બાદ લાઇસન્સ ઇસ્યુ થશે:પી.એમ.ની ફલાઈટના લેન્ડિંગ ની તૈયારી ઓનો પ્રારંભ



હીરાસર એરપોર્ટના 'ફાઇનલ' ચેકિંગ માટે સિનિયર અધિકારીઓ આજે સાંજની ફ્લાઈટમાં રાજકોટ આવી રહ્યા છે .જ્યારે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ના ચેરમેન સંજીવકુમાર આવતીકાલે હીરાસર એરપોર્ટની સમીક્ષા કરવા માટે આવી રહ્યા છે. 27મી તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ડ્રીમ પ્રોજેક્ટ હીરાસર એરપોર્ટનો લોકાર્પણ સમારોહ યોજાઈ રહ્યો છે તે પૂર્વે વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે.



હીરાસર એરપોર્ટના જીએમ સુનિલકુમાર શર્માના નેતૃત્વ હેઠળ તમામ યુનિટ દ્વારા એરપોર્ટને સંબંધિત કામગીરી જેટ ગતિએ ચાલી રહી છે. ઉદ્ઘાટન પૂર્વે નવા એરપોર્ટ નું નિરીક્ષણ કરવા માટે ખાસ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ના ચેરમેન સંજીવ કુમાર આજે સાંજે રાજકોટ આવવાના હતા પરંતુ કોઈ કારણસર આ કાર્યક્રમ આવતીકાલ પર રાખવામાં આવ્યો છે.



તે દરમિયાન ડી જી સી એ ના સિનિયર અધિકારીઓ ફાઇનલ ટચ આપવા માટે આજે સાંજે છ વાગ્યાની ફ્લાઈટમાં રાજકોટ આવી પહોંચશે ત્યારબાદ રાત્રે જ હિરાસર એરપોર્ટ ની સમીક્ષા કરસે. જેમાં ખાસ કરીને નાઈટ લેન્ડિંગ માટેની સિસ્ટમ નું નિરીક્ષણ કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે. ગત સપ્તાહમાં ડીજીસીએ ની ટીમ લાયસન્સ ની પ્રક્રિયા માટે ઇન્સ્પેક્શન કરવા આવી હતી. આ સમયે વિભાગના અમુક માપદંડોને પ્રમાણે થોડા સૂચનો કર્યા હતા તે મુજબ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે તેમ છતાં ફાઇનલ ચેકિંગ માટે બે સિનિયર અધિકારીઓ આજે સાંજે આવ્યા બાદ રાત્રે અને આવતીકાલે સવારે ફરી એક વખત નિરીક્ષણ કર્યા બાદ તુરંત જ લાયસન્સ ઇશ્યૂ કરી દેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાનના કાર્યક્રમ પૂર્વે આગામી શનિવારે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પણ હિરાસર એરપોર્ટ નું નિરીક્ષણ કરવા માટે આવી રહ્યા છે.




રાજકોટ એરપોર્ટ ડિરેક્ટર દિગંત બોરાને જ હીરાસર એરપોર્ટના ડિરેક્ટર બનાવાયા


હીરાસર એરપોર્ટના ડિરેક્ટર તરીકે રાજકોટ એરપોર્ટ ડિરેક્ટર દિગંત બોરાને ચાર્જ સોંપવામાં આવ્યો છે. એવિએશન વિભાગ દ્વારા ગઈકાલે આ ઓર્ડર ઇસ્યુ કરવામાં આવ્યો હતો જેમાં દિગંત બોરા ચાર્જ સંભાળશે. ત્રણ વર્ષથી રાજકોટ એરપોર્ટના એ.પી.ડી. તરીકે તેઓ જવાબદારીની નિભાવી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application